હાહાકારઃ કોરોના વાયરસથી અમદાવાદમાં પ્રથમ 1નું મોત, પોઝિટિવ કેસમાં વધારો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં કોરોના વાયરસનો ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધતો જાય છે. ગુજરાતમાં વધુ એક વૃદ્ધાનું કોરોના વાયરસથી મોત નીપજ્યું છે. આ પહેલા ગુજરાતમાં સુરતમાં એક મોત થયું હતું. હવે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી એવા 85 વર્ષી વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા બે થઈ છે. જ્યારે રાજ્યમાં
 
હાહાકારઃ કોરોના વાયરસથી અમદાવાદમાં પ્રથમ 1નું મોત, પોઝિટિવ કેસમાં વધારો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં કોરોના વાયરસનો ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધતો જાય છે. ગુજરાતમાં વધુ એક વૃદ્ધાનું કોરોના વાયરસથી મોત નીપજ્યું છે. આ પહેલા ગુજરાતમાં સુરતમાં એક મોત થયું હતું. હવે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી એવા 85 વર્ષી વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા બે થઈ છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 39 જેટલા થયા છે.

અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધ મહિલા મક્કા મદિનાના પ્રવાસે ગયા હતા. જ્યાંથી તેઓ 14 માર્ચના રોજ અમદાવાદમાં આવ્યા હતા. જોકે, તેમના કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા તેમને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજે બુધવારના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ અમદાવાદમાં કોરોના વાયરસના કારણે પહેલું મોત થયું છે. જ્યારે રાજ્યમાં બીજું મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 4 દર્દી થયા છે. જેમાંથી રાજકોટનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માસ્ક અને દવાઓ પૂરતા પ્રમાણ છે તેવી જાણકારી પણ આપી છે. જ્યારે હજુ દવાઓ ખરીદવાની પ્રકિયા શરૂ કરવાની આવી છે. આ સિવાય હાલ 110 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 21 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. ગુજરાત પેટ્રોલ એસોસિશને એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે.

કોરોનાની સ્થિતિ અંગે સવારે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 4 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સાજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા હવે શહેરમાં કોરોનાના 4 દર્દી થયા છે.