હાહાકાર@દેશ: અત્યારસુધીમાં કોરોનાથી 1.34 લાખ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક મંગળવાર સવારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોના આંકડાઓએ આંશિક રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધરવામાં આવી છે પરંતુ સારી બાબત એ છે કે સંક્રમિતોનો આંક 40 હજારથી નીચે રહ્યો છે અને મૃત્યુઆંક પણ 500થી નીચે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24
 
હાહાકાર@દેશ: અત્યારસુધીમાં કોરોનાથી 1.34 લાખ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

મંગળવાર સવારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોના આંકડાઓએ આંશિક રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધરવામાં આવી છે પરંતુ સારી બાબત એ છે કે સંક્રમિતોનો આંક 40 હજારથી નીચે રહ્યો છે અને મૃત્યુઆંક પણ 500થી નીચે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 37,975 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 91,77,841 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 86 લાખ 4 હજાર 955 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં 4,38,667 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,218 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 13,36,82,275 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,99,545 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.