હાહાકાર@કોરોના વાઇરસઃ ચીન પછી આ દેશમાં 100થી વધુ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ઈટાલીમાં કોરોના વાઈરસથી 100થી વધુ લોકોના મોતથી દહેશતનો માહોલ છે. સરકારે પણ તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને 15 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને લોકો સમૂહમાં ભેગા થઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસ (Covid-19) એક ચેપી રોગ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો આંકડો
 
હાહાકાર@કોરોના વાઇરસઃ ચીન પછી આ દેશમાં 100થી વધુ લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઈટાલીમાં કોરોના વાઈરસથી 100થી વધુ લોકોના મોતથી દહેશતનો માહોલ છે. સરકારે પણ તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને 15 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને લોકો સમૂહમાં ભેગા થઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસ (Covid-19) એક ચેપી રોગ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો આંકડો વધીને 100 થયો છે. જ્યારે 3089 લોકો તેનાથી અસરગ્રસ્ત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાકની અંદર જ કોવિડ-19એ 28 લોકોનો ભોગ લીધો છે. કોરોનાનું કેન્દ્ર ચીનનું વુહાન શહેર છે. ચીન બાદ સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે. અહીં પોપ ફ્રાન્સિસ બીમાર પડતા તેઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી હતી. જો કે ત્યારબાદ કહેવાયું કે તેમને સામાન્ય શરદી-ઉધરસ છે.

ચીનમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો નોંધાતા હવે દુનિયાનું ધ્યાન દક્ષિણ કોરિયા, ઈટાલી અને ઈરાન પર છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે ચીન સિવાયના 80 ટકા કેસો આ દેશોમાંથી આવ્યાં છે. WHOએ જણાવ્યું કે વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસથી પ્રભાવિત લોકોમાંથી 3.4 ટકા લોકોના મોત થયા છે. WHOના પ્રમુખ ટેડરોસ અધારોમ ધેબ્રેયેસસે કહ્યું કે લોકો ડરેલા છે અને શંકામાં છે. કોઈ પણ જોખમને લઈને ડરવું એક પ્રાકૃતિક માનવીય પ્રતિક્રિયા છે. તે અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. ઈરાનમાં 92 અને દક્ષિણ કોરિયામાં 32 લોકોના મોત થઈ ચૂક્યા છે.