હરિયાણા@ગુનોઃ ટિકટોક સ્ટાર શિવાનીની હત્યા, સલૂનમાંથી લાશ મળી, મિત્ર પર છે હત્યાનો આરોપ

અટલ સમાચાર. ડેસ્ક હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી ક્ષેત્રમાં ટિકટોક સ્ટાર શિવાનીની હત્યા કરવામાં આવી છે. હત્યાનો આરોપ તેના મિત્ર આરિફ પર છે. શિવાનીના પિતાના નિવેદન બાદ પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરિફ શિવાનીના મૃતદેહને સલૂનમાં રહેલા બેડમાં નાખીને ફરાર થઈ ગયો હતો. શિવાની ખોબિયાન કુંડલીમાં સલૂન ચલાવતી હતી. ટિકટોક પર તેના એક
 
હરિયાણા@ગુનોઃ ટિકટોક સ્ટાર શિવાનીની હત્યા, સલૂનમાંથી લાશ મળી, મિત્ર પર છે હત્યાનો આરોપ

અટલ સમાચાર. ડેસ્ક

હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી ક્ષેત્રમાં ટિકટોક સ્ટાર શિવાનીની હત્યા કરવામાં આવી છે. હત્યાનો આરોપ તેના મિત્ર આરિફ પર છે. શિવાનીના પિતાના નિવેદન બાદ પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરિફ  શિવાનીના મૃતદેહને સલૂનમાં રહેલા બેડમાં નાખીને ફરાર થઈ ગયો હતો. શિવાની ખોબિયાન કુંડલીમાં સલૂન ચલાવતી હતી. ટિકટોક પર તેના એક લાખથી વધારે ફોલોઅર્સ હતા. પોલીસે જણાવ્યુ છે કે, શિવાનીની ગળુ દબાવીને હત્યા કરાઇ છે.

26મી જૂનના આરિફ શિવાનીને મળવા તેના બ્યૂટી પાર્લરમાં આવ્યો હતો તેમ શિવાનીની બહેન શ્વેતાએ જણાવ્યુ છે. એ રાત્રે શિવાની ઘરે ન આવતા શ્વેતાઓ શિવાનીના ફોન પર એક મેસેજ કરીને તે ક્યાં છે તેના વિશે પૂછપરછ કરી હતી. શિવાનીના ફોનમાંથી જવાબ આવ્યો હતો કે તેણી હરિદ્વાર આવી છે. બે દિવસ પછી શ્વેતા તેના મિત્ર નીરજ સાથે બ્યૂટી પાર્લર પહોંચી ત્યારે અંદરથી દુર્ગંધ આવી રહી હતી. નીરજે બ્યૂટી પાર્લર અંદર રહેલી બેડ ખોલી તો તેમાંથી શિવાનીની લાશ મળી હતી. શિવાનીના પિતા વિનોદની ફરિયાદ બાદ પોલીસે આરિફ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.