આરોગ્યઃ સૂંઠ પાઉડરના ચમત્કારિક અઢળક ફાયદાઓ જાણો

અટલ સમાચાર, ડેસ્ક સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર
 
આરોગ્યઃ સૂંઠ પાઉડરના ચમત્કારિક અઢળક ફાયદાઓ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે.

સૂંઠ નાંખીને પાણીને ઉકાળીને ઠંડુ થયા બાદ પીવાથી જુની શરદી ગાયબ થઇ જાય છે.શરીરમાં કોઇપણ પ્રકારનો દુખાવો થતો હોય તો સૂંઠ અને હિંગનો પાવડર ગરમ પાણીની સાથે પીવાથી લાભ થાય છે.એક ચમચી સૂંઠનું ચૂર્ણની સાથે બે ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. ખૂબ જૂની ક્રોનિક શરદી હોય અને વારંવાર નાક બંધ થઈ જતું હોય, તેણે બકરીના દૂધમાં સૂંઠ અને ઘીનાં બે ટીપાં બંને નાકમાં નાખવાં જોઈએ. 15 ગ્રામ સૂંઠનો પાવડર તથા 15 ગ્રામ મેથીનો પાવડર ત્રણથી ચાર ચમચી ગળોનાં રસ સાથે લેવાથી સંધિવા મટે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ+10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે.સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે.સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું.