આરોગ્યઃ શું તમને પણ કમરનો દુખાવો છે ? કરો આ ઉપાય મળી જશે છૂટકારો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) જ્યારે વાદળ છાયું વાતાવરણ રહે છે તેવા સમયમાં ઘણાં લોકોને રોજ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. અને તેના કારણે ઘણી પીડા થતી રહે છે. તેથી જો રોજ થતો હોય કમરનો દુખાવો, તો આ ઉપાયથી મળી જશે છૂટકારો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઑફિસમાં કે કોઈ પણ
 
આરોગ્યઃ શું તમને પણ કમરનો દુખાવો છે ? કરો આ ઉપાય મળી જશે છૂટકારો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

જ્યારે વાદળ છાયું વાતાવરણ રહે છે તેવા સમયમાં ઘણાં લોકોને રોજ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. અને તેના કારણે ઘણી પીડા થતી રહે છે. તેથી જો રોજ થતો હોય કમરનો દુખાવો, તો આ ઉપાયથી મળી જશે છૂટકારો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઑફિસમાં કે કોઈ પણ એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાથી, સીધી રીતે ન ચાલવાથી, એક્સરસાઈઝ ન કરવાના કારણે ઘણી વખતે લોકોને કમરનો દુખાવો રહેતો હોય છે. આજકાલની ભાગદોડથી ભરેલી લાઇફમાં લોકો ઘણાં લાંબા સમય સુધી ઑફિસમાં કામ કરે છે, જેના કારણે પણ કમરમાં દુખાવો થઈ શકે છે.

ઉપાયો-

– રસ્તામાં ચાલતી વખતે કે કોઈ સ્થાન પર બેસતી વખતે ધ્યાનમાં પીઠ સીધી રાખો. ઑફિસમાં કલાકો સુધી કોમ કરવાથી એ વાતનું ધ્યાન રાખો કે બેસવાની પોઝિશન સીધી રાખો.
– 9 થી 10 કલાકના વર્કિંગ કલ્ચરે લોકોને જાણે ખુરશી સાથે ચોંટાડી દીધા છે. લાંબા સમય સુધી એક જ પોઝિજેશન પર બેસી રહેવાથી કમરનો દુખાવો થઈ શકે છે. એ માટે ઑફિસમાં કામ કરતી વખતે બ્રેક લો. સંભવ હોય તો થોડું ટહેલતા આવો.- કમરમાં લાંબા સમય સુધી દુખાવાની સમસ્યા રહેતી હોય તો વિટામિન D, વિટામિન C અને કેલ્શિયમ, ફૉસ્ફરસ, લીલા શાકભાજીને શામેલ કરી શકો છે. જો તમે નૉનવેજ ખાતા હોવ તો, કમરના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા તમે ભોજનમાં માછલીમાં એવા ઘણાં પોષકતત્વો હોય છે, જે શરીરના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.