આરોગ્યઃ શું તમે રોજ ઇયરફોનનો ઉપયોગ કરો શો ? તો જાણો તેનાથી થતું નુકશાન

અટલ સમાચાર, ડેસ્ક આજકાલના યુવાનો યુવતીઓ બધા જ લોકોના કાનમાં ઇયરફોન, ઇયરપોડ જોતા હશો. તમે ગાડી ચલાવતા હોવ, ક્યાંક ફરવા ગયા હોવ કે સવારે કસરત માટે ચાલવા જઇ રહ્યા હોવ તમે પણ કાનમાં ઇયરફોન લગાવો છો? સંગીત સાંભળીને રિલેક્સ થવા માટે તમે જે ઇયરફોન લગાવો છો તે તમારા કાનને નુક્શાન પહોંચાડી શકે છે. ધણા લોકોતો
 
આરોગ્યઃ શું તમે રોજ ઇયરફોનનો ઉપયોગ કરો શો ? તો જાણો તેનાથી થતું નુકશાન

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલના યુવાનો યુવતીઓ બધા જ લોકોના કાનમાં ઇયરફોન, ઇયરપોડ જોતા હશો. તમે ગાડી ચલાવતા હોવ, ક્યાંક ફરવા ગયા હોવ કે સવારે કસરત માટે ચાલવા જઇ રહ્યા હોવ તમે પણ કાનમાં ઇયરફોન લગાવો છો? સંગીત સાંભળીને રિલેક્સ થવા માટે તમે જે ઇયરફોન લગાવો છો તે તમારા કાનને નુક્શાન પહોંચાડી શકે છે. ધણા લોકોતો રાત પર ઇયરફોન કાનમાં નાંખી સૂઇ જાય છે. ત્યારે લાંબા સમય સુધી ઇયરફોન કાનમાં નાખી રાખવા કાન જ નહીં શરીરના અન્ય ભાગને પણ મોટું નુક્શાન પહોંચાડે છે.

મેટ્રો, બસ, ગાડીમાં કલાકો સુધી હેડફોન કે ઇયરફોનનો ઉપયોગ કરવાથી કાનના ઇન્ફેક્શનની સંભાવના અનેકગણી વધી જાય છે. કોઇ વ્યક્તિ 40 કલાકથી વધુ સમય સુધી ઇયરફોન પર 90 ડેસિબલની ધ્વનિ પર કોઇ વસ્તુ સાંભળે તો તેનાથી કાનની સાંભળવાની નસો ડેડ થઇ શકે છે.

વળી કલાકો સુધી હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરવાથી ખાલી કાનને જ નહીં પણ મગજ પર પણ નકારાત્મક અસર પડે છે. ઇયરફોન પર નીકળતી ચુંબકીય તરંગોની અસર મગજની કોશિકાઓ પર થાય છે. વધુ વાર ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ઓછી નીંદર આવવી, કાનમાં દુખાવો અને ગળાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇયરફોનના ઉપયોગ કરવાથી કાનની સાંભળવાની સમસ્યા ઓછી થઇ જાય છે. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. અને સતત સાંભળવાથી 40 થી 50 ડેસિબલ સુધી ઓછી થઇ જાય છે. અને કેટલાક કિસ્સામાં હંમેશા માટે બહેરાપણું આવી જાય છે. ત્યારે હંમેશા યાદ રાખો કોઇ બીજાના ઇયરફોન ન વાપરો, બિનજરૂરી ઇયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવો હોય તો એક કલાકમાં 5 થી 10 મિનિટનો બ્રેક જરૂર આપો. સારા ક્વોલિટી વાળા ઇયરફોનનો ઉપયોગ કરો. અને તેના ઇયરબર્ડ્સ સમાંયતરે બદલવાનું રાખો.