આરોગ્યઃ આ પ્રકારની ચા પિવાથી શરીરને થઇ શકે છે ભયંકર બિમારી

અટલ સમાચાર, ડેસ્ક કોરોનામા પણ ઘણા લોકો ચાની હોટલે જઇ ચા પિતા હોય છે. પરંતું તે ચા કેટલા સમયથી બનેલી છે તે જાણવું જરૂરી છે. ભારતમાં ચાના શોખિનો લગભગ દરેક ઘરમાં હશે. સવારે અને સાંજે તો લોકોને ચા જોઈતી જ હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખિન હોય છે કે તે ગમે ત્યારે અને ગમે
 
આરોગ્યઃ આ પ્રકારની ચા પિવાથી શરીરને થઇ શકે છે ભયંકર બિમારી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનામા પણ ઘણા લોકો ચાની હોટલે જઇ ચા પિતા હોય છે. પરંતું તે ચા કેટલા સમયથી બનેલી છે તે જાણવું જરૂરી છે. ભારતમાં ચાના શોખિનો લગભગ દરેક ઘરમાં હશે. સવારે અને સાંજે તો લોકોને ચા જોઈતી જ હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખિન હોય છે કે તે ગમે ત્યારે અને ગમે તેટલી વખત ચા પી શકે છે. ઘણી વખત આપણે ચા બનાવવાની આળસમાં તેને એક વખત સવારે વધારે બનાવીને મુકી દઈએ છીએ અને તેને સમય સમય પર વારંવાર ગરમ કરીને પીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે વારંવાર ચાને ગરમ કરીને પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વારંવાર ચાને ગરમ કરવાના કારણે તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. સાથે જ તેની સુગંધ પણ ઉડી જાય છે. ચાને વારંવાર ગરમ કરવાથી તેમા રહેલા પોષકતત્વો પણ ઓછા થઈ જાય છે. વધુ સમય પહેલા બનેલી ચાને ફરી વખત ગરમ કરીને પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ચામાં માઈક્રોબિયલ ગ્રોથ થવા લાગે છે. આ માઈલ્ડ બેક્ટેરિયા સ્વાસથ્ય માટે હાનિકારક હોય છે. મોટાભાગના ઘરોમાં દૂધ વાળી ચા બને છે જેમાં દૂધનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે માઈક્રોબિયલનો ખતરો વધી જાય છે. ત્યાં જ હર્બલ ચાને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વ બિલકુલ ખતમ નથી થતા. ચાને વારંવાર ગરમ કરીને પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. એવામાં પેટ ખરાબ થવું પેટમાં દુખાવો થવો અને ઈન્ફ્લામેશનની મુશ્કેલીઓ થઈ શકે છે.

આ રીતે પીવો ચાઃ

ચા બનાવવાની 15 મિનિટ બાદ તેને ગરમ કરો તો તેનાથી વધારે નુકસાન નથી થતું. લાંબા સમય બાદ ચાને ગરમ કરવાથી શરીરને નુકસાન થાય છે. હંમેશા એટલી જ ચા બનાવવી જોઈએ જેટલી તમે તે સમયમાં ખતમ કરી લો જેથી બાદમાં તેને ફરી ગરમ કરીને ન પીવી પડે.