આરોગ્યઃ વધારે નમક ખાવાથી મગજ પર થાય છે અસર, બુદ્ધિનો થાય છે નાશ

અટલ સમાચા, ડેસ્ક વધારે નમકનું સેવન કરવાથી મગજ સુધી પહોંચતા લોહીનું પ્રમાણ 25 ટકા ઘટી જાય છે. આ વાત તાજેતરમાં થયેલી શોધ બાદ જાણવા મળી છે. વધારે નમકયુક્ત આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઘટી શકે છે. એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે વધારે નમકનું સેવન કરવાથી મગજમાં ટાઉ પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે અને તેના
 
આરોગ્યઃ વધારે નમક ખાવાથી મગજ પર થાય છે અસર, બુદ્ધિનો થાય છે નાશ

અટલ સમાચા, ડેસ્ક

વધારે નમકનું સેવન કરવાથી મગજ સુધી પહોંચતા લોહીનું પ્રમાણ 25 ટકા ઘટી જાય છે. આ વાત તાજેતરમાં થયેલી શોધ બાદ જાણવા મળી છે. વધારે નમકયુક્ત આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઘટી શકે છે. એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે વધારે નમકનું સેવન કરવાથી મગજમાં ટાઉ પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે યાદશક્તિ નબળી પડે છે અને બુદ્ધિમત્તામાં ઘટાડો થઈ શકે છે.

ન્યૂયોર્ક સ્થિત ફિલ ફૈમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફરકો આ શોધના મુખ્ય શોધકર્તા છે. ડો ફરકો અનુસાર વધારે નમકનુ સેવન અને મગજની કાર્યક્ષમતા ઘટવા વચ્ચે હંમેશાથી સંબંધ છે. વધારે નમકનું સેવન કરવું તે ડિમેંશિયાનું મુખ્ય કારણ છે. શોધકર્તાઓએ જાણ્યું કે નમકનું સેવન વધારે કરતાં ઉંદરમાં ડિમેંશિયાના લક્ષણ દેખાવા લાગ્યા હતા. નમક એવા અણુઓનું ઝડપથી ઉત્પાદન કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે.

આરોગ્યઃ વધારે નમક ખાવાથી મગજ પર થાય છે અસર, બુદ્ધિનો થાય છે નાશ

તેનાથી મગજની કોશિકાઓ નાઈટ્રિક ઓક્સાઈડ બનાવવાનું ઘટાડે છે. નાઈટ્રિક ઓક્સાઈડ નસોને પહોળી કરે છે અને રક્ત પ્રવાહમાં મદદ કરે છે. જો કે નાઈટ્રિક ઓક્સાઈડની ખામીથી રક્ત પ્રવાહ પણ ઘટી શકે છે. શોધકર્તા અનુસાર સોડિયમનું પ્રમાણ રક્ત પ્રવાહને બાધિત કરે છે અને ડિમેંશિયાનું જોખમ વધારે છે. પરંતુ શોધ બાદ જાણવા મળ્યું કે રક્ત પ્રવાહની ખામી જ નહીં પરંતુ ટાઉ પ્રોટીનની માત્રા વધવાથી પણ યાદશક્તિ નબળી પડે છે.

શોધકર્તાઓ આઠ સપ્તાહ સુધી ઉંદર પર પરિક્ષણ કર્યું. આઠમાંથી કેટલાક ઉંદરને વધારે સોડિયમયુક્ત આહાર અને કેટલાકને ઓછા સોડિયમવાળો ખોરાક આપ્યો. ત્યારબાદ જાણવા મળ્યું કે સોડિયમ વધારે લેનાર ઉંદરના મગજમાં ટાઉ પ્રોટિનનું પ્રમાણ વધી ગયું હતું.

આ પરિક્ષણ માટે 36 સપ્તાહ સુધી ઉંદરને સામાન્ય અને સોડિયમયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્યવહારાત્મક, સેરિબ્રોવસ્કુલર અને મોલિક્યુલર સ્તર પર પરીક્ષણ કર્યું. તેમાં જાણવા મળ્યું તે વધારે નમકનું સેવન કરનાર ઉંદરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હતું તેનાથી મગજમાં ટાઉ પ્રોટીનનું પ્રમાણ વધ્યું હતું. ટાઉ વધારે હોય તો તેને અલ્ઝાઈમરનું કારણ માનવામાં આવે છે.