આરોગ્યઃ આ પાંચ કારણોને લીધે શિયાળામાં ગોળ અને ઘીને માનવામાં આવે છે ‘સુપરફૂડ’

અટલ સમાચાર, ડેસ્ક મોટાભાગના ગુજરાતીઓને જમતી વખતે ગોળમાં ઘી નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તો
 
આરોગ્યઃ આ પાંચ કારણોને લીધે શિયાળામાં ગોળ અને ઘીને માનવામાં આવે છે ‘સુપરફૂડ’

અટલ સમાચાર, ડેસ્ક

મોટાભાગના ગુજરાતીઓને જમતી વખતે ગોળમાં ઘી નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તો આજે આપણે જોઇએ કે ગોળ અને ઘી કેમ કોઇ સુપરફૂડથી ઓછું નથી, જોઇએ તેના ફાયદા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો તમને ગળામાં કે ફેફસામાં ઇન્ફેક્શન થઇ ગયુ હોય તો તમારે રોજ રાતે સૂતા પહેલા ગોળ અને ઘી ગરમ કરીને ખાવું જોઈએ, આનાથી તમારું ઇન્ફેક્શન મટી જશે. આ ઉપચાર હાલ કોરોનાકાળમાં ઘણો જ ઉપયોગી છે. સાંધામાં દુખાવો થતો હોય તો ગોળ અને આદુ સાથે ખાવાથી ફાયદો થાય છે. રોજે ગોળની સાથે આદુ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. સામાન્યરીતે અનેક પરિવારોમાં શિયાળામાં ગોળ સૂંઠ અને ઘી ની નાની નાની લાડુલી બનાવીને રોજ સવારે ખાવાની ટેવ હોય છે.

ગોળ અને ઘી સાથે ખાવાથી શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ સાથે શરદી થાય ત્યારે અથવા તો આખા શિયાળામાં ગોળનો ઉપયોગ લાભદાયી સાબિત થાય છે. ગોળ ગુણમાં ગરમ હોવાથી શરદી, સળેખમ અને ખાસ તો કફમાં રાહત આપે છે. આ માટે તમે ઘી અને ગોળને સાથે ખાઈ શકો છો.જો તમને ગેસ કે એસિડિટી થતી હોય તો જમ્યાં પછી થોડો ગોળ ખાઓ. ઘણાં લોકોને ઠંડીને લીધે કાનમાં દુખાવો થતો હોય તો કાનમાં સરસો તેલના ટીપાં નાખો અને ગોળમાં ઘી મિક્સ કરીને ખાશો તો દુખાવો મટી જશે. ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રક્ત વાહિનીઓને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.