આરોગ્યઃ અનેક રોગોથી બચાવે છે લીલી ડુંગળી, જાણો તેના સેવનથી થતાં ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક લીલા પાંદડાવાળી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેને કાચી પણ અથવા કોઈપણ શાકમાં ઉમેરીને રાંધવામાં આવે છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને
 
આરોગ્યઃ અનેક રોગોથી બચાવે છે લીલી ડુંગળી, જાણો તેના સેવનથી થતાં ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક

લીલા પાંદડાવાળી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેને કાચી પણ અથવા કોઈપણ શાકમાં ઉમેરીને રાંધવામાં આવે છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી 2, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફોસ્ફરસ અને ઉચ્ચ માત્રામાં ફાઇબર શામેલ છે. તોચાલો જાણીએ લીલી ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે.

લીલી ડુંગળી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. સામાન્ય રીતે શિયાળામાં શરદી-છીંક અને એલર્જીની સમસ્યાઓ વધતી હોઈ છે, પરંતુ જો લીલી ડુંગળી આહારમાં શામેલ કરવામાં આવે છે, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને ઘણા રોગોને થતાં અટકાવે છે. અસ્થમા ધરાવતા લોકો માટે લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટિહિસ્ટામિન જેવા પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જે અસ્થમાની સમસ્યાને દૂર કરે છે અને ફેફસાં માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

-લીલી ડુંગળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપુર છે, જે વાયરલ તાવ અને ફલૂ સામે લડવામાં પણ અસરકારક હોય છે, સાથે સાથે શરીરમાં કફ થતાં પણ અટકાવે છે.

-લીલી ડુંગળીમાં ક્રોમિયમની માત્રાને લીધે, તે આપણા લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે સાથે સાથે તે ગ્લુકોઝની સહનશીલતામાં પણ સુધારો કરે છે.

હૃદય માટે છે ફાયદાકારક.
લીલી ડુંગળીમાં જોવા મળતું વિટામિન સી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. જે હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેમજ લીલી ડુંગળીના નિયમિત ઉપયોગ કરવાથી હ્રદય સંબંધી રોગોનું જોખમ ઓછું થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

-મોટાભાગના ચિકિત્સકો કોલેસ્ટરોલ ઘટાડવા માટે લીલી ડુંગળીના શાક ખાવાની ભલામણ કરે છે, કેમ કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ તેમજ શરીરનો વજન નિયંત્રણમાં રહે છે.

લીલી ડુંગળી પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને તે ભૂખ વધારવા માટે પણ અસરકારક સિદ્ધ થાય છે.

-લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રા વધારે હોવાને કારણે તે કેન્સરનું જોખમ ઘટાડે છે. લીલી ડુંગળીમાં પેક્ટીન નમકનું તત્વ હોય છે, જે એક પ્રકારનું પ્રવાહી કોલાઇડલ કાર્બોહાઇડ્રેટ છે અને જે પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે.

-લીલી ડુંગળીમાં વિટામિન ‘એ’ પુષ્કળ માત્રામાં હોવાથી તે આંખોની દ્રષ્ટિ વધારે છે અને આંખોની કોઈપણ પ્રકારની સમસ્યાથી રાહત આપે છે. તથા તે આંખોની આસપાસની કરચલીઓ પણ દૂર કરે છે.