આરોગ્ય@ગુજરાત: “ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડીંગ” કામગીરી અંતર્ગત આજે 1717 દર્દી નોંધાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ દ્રારા ટીબી નિર્મુલન કાર્યક્રમને વેગ આપવા અને ટીબી રોગથી દેશ-રાજ્યને મુક્ત કરવા આહ્વવાન કર્યુ છે. ટીબી રોગનું નિર્મુલન કરવા માટે સમાજમાં છુપાયેલા દર્દીને શોધી તુરંત સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. જેથી આરોગ્ય તંત્ર દ્રારા રાજ્યમાં ઘનિષ્ટ એક્ટિવ કેસ ફાઇન્ડીંગ એક્ટિવિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અટલ
 
આરોગ્ય@ગુજરાત: “ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડીંગ” કામગીરી અંતર્ગત આજે 1717 દર્દી નોંધાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ દ્રારા ટીબી નિર્મુલન કાર્યક્રમને વેગ આપવા અને ટીબી રોગથી દેશ-રાજ્યને મુક્ત કરવા આહ્વવાન કર્યુ છે. ટીબી રોગનું નિર્મુલન કરવા માટે સમાજમાં છુપાયેલા દર્દીને શોધી તુરંત સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. જેથી આરોગ્ય તંત્ર દ્રારા રાજ્યમાં ઘનિષ્ટ એક્ટિવ કેસ ફાઇન્ડીંગ એક્ટિવિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના આરોગ્ય તંત્ર દ્રારા ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડિંગ કામગીરી અંતર્ગત સ્ટેટ ટીબી ઓફીસ અને સંયુક્ત નિયામક (ટીબી) ડો.સતીષ મકવાણા માર્ગદર્શન હેઠળ કવાયત શરૂ કરાઇ છે. જેમાં આરોગ્ય અને એન.ટી.ઇ.પી સ્ટાફ દ્રારા તા.16/09/2021 થી તા.31/10/2021 દરમ્યાન “ઘનિષ્ડ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડીંગ” કામગીરી શરૂ કરાઇ છે. જેમાં રાજ્યના તમામ ગામોમાં 1.91 કરોડ વસ્તીનું મોપિંગ કરવામાં આવ્યુ છે. જે વસ્તીમાં ટીમ અને આરોગ્ય અને એન.ટી.ઇ.પી. કાર્યકર દ્રારા ઘર મુલાકાત કરી સ્ક્રિનીંગ કરવામાં આવશે.

આ સાથે ટીબીના લક્ષણોવાળા વ્યક્તિના સ્થળ પર જ નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ તરફ ટીબીના દર્દીને તુરંત સારવાર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પ્રથમ અઠવાડીયામાં રાજ્યની 25 લાખ વસ્તીને તપાસમાં આવેલ છે. તેમાંથી 311 ટીબીના દર્દીઓનું નિદાન કરી સારવાર પુર્ણ કરવામાં આવી છે. ગુજરાતમાં દરરોજ આશરે 500થી 600 દર્દીઓ નોંધાતાં હોવાની વચ્ચે ગઇકાલે આરોગ્ય અને એન.ટી.ઇ.પી સ્ટાફની જહેમતની 24/09/2021ના રોજ 1717 દર્દી નોંધાયા છે.