આરોગ્ય@ગુજરાત: છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41,000થી વધારીને 1 લાખ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. કોરોના સામે લડવા છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ- રાત મહેનત અને લોકોના સહકાર-જાગૃતિના પરિણામે
 
આરોગ્ય@ગુજરાત: છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41,000થી વધારીને 1 લાખ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. કોરોના સામે લડવા છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ- રાત મહેનત અને લોકોના સહકાર-જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ-વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર-પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, સાફ નિયત, સાચી દિશા અને પરિશ્રમની પરાકાષ્ઠા સાથે રાજ્ય સરકાર કોરોના સામે જંગ જીતવા સતત કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા 18 હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી 2,000 જેટલી હોસ્પિટલોમાં દૈનિક 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત પ્રવાહ પુરો પાડવામાં આવી રહ્યો છે.