આરોગ્યઃ શું તમારા વાળ ખરી રહ્યા છે? તો અપનાવો ડુંગળીનો આ ઉપચાર

અટલ સમાચાર, ડેસ્ક કોઇ પણ ઉંમરે વાળ ખરવાની સમસ્યા શરૂ થવાથી ભલભલા લોકોની ચિંતામાં વધારો થઇ જાય છે. ગમે તે કહો પણ વાળ વિના આપણી પર્સનાલિટી પણ બદલાઇ જાય છે. કાળા, લાંબા અને લીસ્સા વાળની ચાહ તો બધાને હોય છે. પણ આજ કાલના પ્રદૂષણ, વ્યસ્ત લાઇફ સ્ટાઇલ આ માટે જવાબદાર છે. વળી આજ કાલ નાની
 
આરોગ્યઃ શું તમારા વાળ ખરી રહ્યા છે? તો અપનાવો ડુંગળીનો આ ઉપચાર

અટલ સમાચાર, ડેસ્ક

કોઇ પણ ઉંમરે વાળ ખરવાની સમસ્યા શરૂ થવાથી ભલભલા લોકોની ચિંતામાં વધારો થઇ જાય છે. ગમે તે કહો પણ વાળ વિના આપણી પર્સનાલિટી પણ બદલાઇ જાય છે. કાળા, લાંબા અને લીસ્સા વાળની ચાહ તો બધાને હોય છે. પણ આજ કાલના પ્રદૂષણ, વ્યસ્ત લાઇફ સ્ટાઇલ આ માટે જવાબદાર છે. વળી આજ કાલ નાની ઉંમરથી જ વાળી ખરીદવાની સમસ્યા શરૂ થઇ જાય છે.

જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. તમારા હોર્મોનલ ચેન્જ કે પછી સ્ટ્રેસ કે પછી તમારી લાઇફ સ્ટાઇલ. વળી બહારી પાણી અને હવા પ્રદૂષણ પણ આ સમસ્યામાં વધારો કરે છે. ત્યારે બજારમાં ખરતા વાળને રોકવા માટે અનેક ટ્રિટમેન્ટ અને મોંઘા ઉપચાર મળે છે. જે પણ તમે અજમાવી શકો છો. પણ ઘરેલૂ ઉપાય અજમાવવા માંગતા હોય તો આ ઉપાય પણ ટ્રાય કરી શકાય છે. જાણો લો વિધી

એક ડુંગળીને છીણી લો. અને પછી તેને કાપડમાં વીટીને તેમાંથી ડુંગળીનો રસ નીકાળો. હવે એલોવેરો એક પાઠું લો અને ધોઇને વ્યવસ્થિત રીતે સાફ કરી લો. હવે છાલની સાથે જ તેના મોટા ટુકડા કાપી લો. તે પછી નારિયેળનું એક મોટો બાઉલ તેલ લો અને તેને એક તપેલીમાં મૂકી તેલને ગરમ થવા દો. અને તેમાં આ એલોવેરાના ટુકડા નાખી લો. આ મિશ્રણને 10 થી 15 મિનિટ ધીમી આંચે ગરમ થવા દો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મિશ્રણ એકદમ ઠંડુ થઇ જાય ત્યારે તેણે પણ ગરણીની મદદથી છાણી લો. અને હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરો. પછી તેમાં ડુંગળનો જે રસ પહેલા નીકાળ્યો હતો. તેની પણ મિક્સ કરો. પછી આ બંને મિશ્રણને સારી રીતે મિશ્ર કરો. અને હવે આ સ્પ્રે બોટલથી આ પ્રવાહી વાળની પાથી પર લગાવો અને હળવા હાથે માથાનો મસાજ કરો. આ મિશ્રણને તમે છૂટો છવાયો નીચેના વાળમાં પણ લગાવી શકો છો.

તે પછી 30 થી 40 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. આમ કરવાથી વાળનો ગ્રોથ વધશે. વાળ અંદરથી મજબૂત થશે. સાથે જ વાળ સુંદર, કોમળ અને ચમકદાર બનશે. સપ્તાહમાં 1 થી બે વાર આ સ્પ્રેનો ઉપયોગ તમારા વાળ પર કો. અને દર સપ્તાહે આ મિશ્રણ તાજું જ બનાવો. ડિસ્કેલમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ઠિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.