આરોગ્યઃ આ કારણથી નાની ઉંમરમાં ઘુટણનો દુખાવો શરૂ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે નાની ઉંમરે જ રોગનો ભોગ બનવુ પડે છે. ખોટી આદતો, ખાનપાનનો ચટકો અને કામના તણાવને કારણે લોકો પોતાના શરીર પર ધ્યાન નથી આપી શકતા. જેના પરિણામે તેઓને નાની ઉંમરમાં જ ઘુંટણોમાં દુખાવો, કમર દર્દ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરનું વજન વધારે હોવાથી
 
આરોગ્યઃ આ કારણથી નાની ઉંમરમાં ઘુટણનો દુખાવો શરૂ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે નાની ઉંમરે જ રોગનો ભોગ બનવુ પડે છે. ખોટી આદતો, ખાનપાનનો ચટકો અને કામના તણાવને કારણે લોકો પોતાના શરીર પર ધ્યાન નથી આપી શકતા. જેના પરિણામે તેઓને નાની ઉંમરમાં જ ઘુંટણોમાં દુખાવો, કમર દર્દ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરનું વજન વધારે હોવાથી ઘુંટણો પર વધારે ભાર પડે છે. જેના કારણે ઓછી વય ધરાવતા લોકોમાં પણ ઘુંટણો અને પગના દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જે લાંબાગાળે શરીરને નુકસાન પહોંચાડે છે.અત્યારની ફાસ્ટ ફોરવર્ડ લાઈફસ્ટાઈલ સુવિધાઓની સાથે સાથે માનસિક તણાવ પણ જોડે લાવે છે. જેના કારણે શરૂ થાય છે અપૂરતી ઊંઘની સમસ્યા. અમુક લોકોનું કામ એવુ હોય છે કે તેમણે રાત્રે મોડે સુધી જાગીને પણ કરવુ પડતુ હોય છે. આથી તેમની ઊંઘ સરખી પૂરી થઈ શકતી નથી. જેના લીધે શરીર પર ખરાબ અસર પડે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે લોકોને ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવુ પડતુ હોય છે, તે લોકોમાં આ સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. કેટલાંય કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે થતુ નથી. શરીરના ભાગોમાં સરખુ લોહી ન પહોંચવાને કારણે પણ ઘુંટણોમાં દુખાવો થાય છે. આથી કામના સમયે થોડો બ્રેક પણ લેતા રહેવું જોઈએ. શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે ઘુટણોમાં યૂરિક એસિડ જમા થાય છે. જે તમારા ઘુટણોમાં દુખાવો ઉત્પન કરવાની સાથે તેને નુકસાન પણ પહોંચાડે છે.

આરોગ્યઃ આ કારણથી નાની ઉંમરમાં ઘુટણનો દુખાવો શરૂ થાય છે
જાહેરાત

આજકાલની યુવતીઓમાં હાઈહિલ્સ પહેરવાનો ક્રેઝ ખુબ જ જોવા મળે છે. પરંતુ તેના ચક્કરમાં તેઓ પોતાના ઘુંટણોને નુકસાન પહોંચાડે છે. તેમજ હાઈહિલ્સ પહેરવાનો બીજો એક ગેરફાયદો એ છે કે તેને પહેરવાથી કમર ઉપર ચરબી જમા થાય છે. જે ઘુટણો પર વધુ ભાર પહોંચાડે છે.