આરોગ્ય: શિયાળામાં મૂળો ખાવાના 5 ફાયદા જાણી તમે પણ ખાતા થઇ જશો!

અટલ સમાચાર, ડેસ્ક શિયાળામાં મૂળો ખૂબ જ સરળતાથી મળી જાય છે. વળી અનેક લોકોને મૂળીનો સલાડ, મૂળીનો પરાઠા પસંદ હોળ છે. કાચો મૂળો ખાવો સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી હોય છે. આરોગ્યની દ્રષ્ટ્રિએ પણ મૂળાનું આગવું મહત્વ છે. હાલ જ્યાં કોરોના કાળમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને વધુ સચેત થયા છે ત્યારે તે જાણવું મૂળાના આ
 
આરોગ્ય: શિયાળામાં મૂળો ખાવાના 5 ફાયદા જાણી તમે પણ ખાતા થઇ જશો!

અટલ સમાચાર, ડેસ્ક

શિયાળામાં મૂળો ખૂબ જ સરળતાથી મળી જાય છે. વળી અનેક લોકોને મૂળીનો સલાડ, મૂળીનો પરાઠા પસંદ હોળ છે. કાચો મૂળો ખાવો સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી હોય છે. આરોગ્યની દ્રષ્ટ્રિએ પણ મૂળાનું આગવું મહત્વ છે. હાલ જ્યાં કોરોના કાળમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને વધુ સચેત થયા છે ત્યારે તે જાણવું મૂળાના આ ફાયદા જાણવાથી તમને પણ લાભ થશે. ત્યારે આજે અમે તમને મૂળા 5 તેવા ફાયદા જણાવી રહ્યા છીએ જેના પછી તમે પણ મૂળા ખાતા થઇ જશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કિડનીને સ્વસ્થ રાખે : પૌષ્ટિક તત્વોથી ભરપૂર મૂળો તમારી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી વિષેલા પદાર્થોને નીકાળે છે અને તે એક નેચરલ ક્લીંઝર પણ છે. તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાતના દર્દીઓ માટે લાભકારી છે. વળી તમને ખૂબ ના લાગતી હોય તો મૂળાના રસમાં આદુનો રસ નાંખીને પીવાથી ભૂખ વધશે. અને પેટ સંબંધી કોઇ રોગ હશે તો દૂર થશે.

લીવર સંબંધી મુશ્કેલી- લીવર સંબંધી મુશ્કેલી હોય તો પણ મૂળાને તમારે પોતાની ડાયેટમાં સામેલ કરવો જોઇએ. તે લીવરને પણ સ્વસ્થ રાખે છે. વળી હાઇ બીપીની સમસ્યમાં મૂળો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એન્ટી હાઇપરટેંસિંવ ગુણોથી ભરપૂર તેવા મૂળોમાં લોહીને કંટ્રોલ કરવામાં તમને મદદ મળે છે. આ સિવાય તેમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે.

અને બ્લડ પ્રેશર મેન્ટન પણ કરે છે. જો તમને પીળીયો એટલે કે જોન્ડિસ થયું હોય તો તમારે મૂળો ખાવો જોઇએ. રોજ કાચી મૂળીનો જ્યૂસ કે કાચો મૂળો ખાવાથી ડાયબિટીસના દર્દીઓને પણ લાભ મળે છે. તેનાથી ઇન્સ્યૂલિન કંટ્રોલમાં રહે છે. આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા પર આધારિત છે.