આરોગ્યઃ ભીંડાના અનેકઘણા ફાયદાઓ જાણી તમે બજારથી આજે જ ખરીદી કરશો

અટલ સમાચાર, ડેસ્ક ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે તત્વો પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે. હવે ભીંડાની સીઝનની તૈયારી છે જે બજારમાં સારી કિંમતે તાજા અને સસ્તા મળશે. ભીંડામાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ ચેહરાને કોમળ અને ગ્લોઈંગ બનાવવામાં સહાયક છે. તેનાથી
 
આરોગ્યઃ ભીંડાના અનેકઘણા ફાયદાઓ જાણી તમે બજારથી આજે જ ખરીદી કરશો

અટલ સમાચાર, ડેસ્ક

ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે તત્વો પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે. હવે ભીંડાની સીઝનની તૈયારી છે જે બજારમાં સારી કિંમતે તાજા અને સસ્તા મળશે.

ભીંડામાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ ચેહરાને કોમળ અને ગ્લોઈંગ બનાવવામાં સહાયક છે. તેનાથી ચેહરા પર થનારા ખીલ પણ દૂર થાય છે. ભીંડા ફેફ્સામાં સોજો અને ગળામાં ખરાશથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહે છે તો ભીંડા ખાવ. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે. તેમા રહેલ ચિકણો પદાર્થ પણ આપણા હાડકા માટે ખૂબ સારો હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. જે લોકોની આંખો નબળી છે. તેમને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે. જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ છે તો ભીંડા તમારા માટે ફાયદાકારી છે વાળને ચમકદાર બનાવવા માટે ભીંડાને ઉકાળો જ્યારે તે એકદમ પાતળા થઈ જાય ત્યારે તેમા લીંબુ નીચોવી વાળમાં લગાવો. આનાથી વાળની કંડીશનિંગ થઈ જશે અને વાળ સિલ્કી તેમજ સ્મૂથ બની જશે.