આરોગ્યઃ 30 ગ્રામ અખરોટ ખાવાના ઢગલાબંધ ફાયદાઓ જાણો

અટલ સમાચાર, ડેસ્ક અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે જે સોજામાં રાહત આપે છે. અખરોટમાં પોઝિટિવ ફેટ રહેલી હોય છે જે અનેક રીતે શરીર માટે લાભકારક છે. આ ઉપરાંત અખરોટમાં રહેલું મેંગેનીઝ છોકરીઓને પિરિયડ્સ દરમિયાન ઘણી રાહત આપે છે. અખરોટ હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે. સંશોધન મુજબ જે સ્ત્રીઓ
 
આરોગ્યઃ 30 ગ્રામ અખરોટ ખાવાના ઢગલાબંધ ફાયદાઓ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે જે સોજામાં રાહત આપે છે. અખરોટમાં પોઝિટિવ ફેટ રહેલી હોય છે જે અનેક રીતે શરીર માટે લાભકારક છે. આ ઉપરાંત અખરોટમાં રહેલું મેંગેનીઝ છોકરીઓને પિરિયડ્સ દરમિયાન ઘણી રાહત આપે છે. અખરોટ હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે. સંશોધન મુજબ જે સ્ત્રીઓ અઠવાડિયામાં પાંચ વાર 30 ગ્રામ અખરોટ ખાતી હોય તેમને ટાઈપ 2 ડાયાબિટિસનું જોખમ 30 ટકા જેટલું ઘટી જાય છે. આ સંશોધન હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવ્યું હતું. અખરોટમાં રહેલી ફેટ્સ ઇન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક પુરવાર થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આંતરડાની તંદુરસ્તી જાળવી રાખવા માટે ફાઈબર્સ ખૂબ જ જરૂરી છે. દૂધ અને ડેરી પદાર્થોમાંથી પ્રોટીન તો મળે છે પરંતુ તેમાં ફાઈબર નથી હોતા. પરંતુ અખરોટમાં આ બંને વસ્તુ ભરપૂર માત્રામાં હોય છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અખરોટના અનેક ફાયદા છે. તમે રોજ 3 ટેબલ સ્પૂન જેટલું અખરોટનું તેલ લો તો તમારી રક્તવાહિનીઓ વધુ સારી રીતે કામ કરવા માંડશે. રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.

અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામિન બી હોવાથી તે સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. વિટામિન બી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. સ્ટ્રેસનું પ્રમાણ ઘટતા સ્કિન પર ચમક આવે છે. સ્ટ્રેસને કારણે સ્કિન પર કરચલી પડે છે, જેને કારણે ઊંમર મોટી દેખાય છે. એટલે જ તે એજિંગની પ્રક્રિયા ધીમી પાડવા સક્ષમ છે. સંશોધન મુજબ જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ ભરપૂર માત્રામાં અખરોટ ખાય છે તેમના બાળકોને ફૂડ એલર્જી થવાની શક્યતા ઘટી જાય છે. આનું કારણ એ છે કે અખરોટમાં પૂરતા પ્રમાણમાં ફેટી એસિડન્સ હોય છે જે બાળકનો સ્વસ્થ વિકાસ થવામાં મદદ કરે છે.

હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે અઠવાડિયામાં ત્રણ વાર અખરોટ ખાવાથી તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકો છો. તેમાંથી કેટલાંક કેન્સરનું જોખમ ઘટાડે છે, હૃદય તંદુરસ્ત બનાવે છે. આ કારણે વ્યક્તિનું આયુષ્ય પણ વધી જાય છે. અખરોટમાં રહેલું મેંગેનીઝ છોકરીઓને પિરિયડ્સ દરમિયાન ઘણી રાહત આપે છે.