આરોગ્ય@મહેસાણા: કોરોના કહેર વધતાં ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોવિડ 19ની પરિસ્થિતિ તથા કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર ઉભા કરી તેઓને જરૂરી સારવાર આપના ભાગ રૂપે મારૂ ગામ કોરાના મુક્ત ગામનું અભિયાન વેગવંતુ બન્યુ છે. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા
 
આરોગ્ય@મહેસાણા: કોરોના કહેર વધતાં ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોવિડ 19ની પરિસ્થિતિ તથા કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર ઉભા કરી તેઓને જરૂરી સારવાર આપના ભાગ રૂપે મારૂ ગામ કોરાના મુક્ત ગામનું અભિયાન વેગવંતુ બન્યુ છે. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિવિધ સુચનો કરાયા છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા પેટા આરોગ્ય કેન્દ્રના મુખ્ય મથક ગામ ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યવંત કરવા સુચના અપાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કવાયત શરૂ થઇ છે. આ સેન્ટરમાં તમામ માળખાકીય સુવિધાઓ તથા અન્ય જરૂરી બાબતોના આયોજન તેમજ અમલીકરણ માટે બેઠકોનું આયોજન કરવા પણ સુચન કરાયું છે.આ કોવિડ કેર સેન્ટરમાં 10 પથારી પુરૂષ તથા સ્ત્રીઓની અલગ રૂમ વ્યવસ્થા સાથે કરવા જણાવાયું છે. આ ઉપરાંત ગામમાં લોકોને અનુંકુળ હોય તે પ્રકારનું મકાન, શાળાનું મકાન, કોમ્યુનિટી હોલ, ગામ કે મંદિરની વાડીને પસંદ કરવા જણાવાયું છે. કોવિડ કેર સેન્ટરમાં પલંગ, ગાદલા, ચાદર, ઓશીકાની વ્યવસ્થા તથા નિયમિત ચાજદર તથા ઓશીકાના કવર બદલવા અને ધોલાઇ કરવા બાબતે પણ સુચન કર્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દાખલ થયેલ દર્દીઓને નિયમિત ચા-નાસ્તો, જમવાની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા, સાફ સફાઇની વ્યવસ્થા, દર્દીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, લાઇટ પંખા વગેરેની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા સહિતની આનુંષંગિક વ્યવસ્થા કરવા સુચન કરાયું છે. કોવિડ કેર સેન્ટરમાં વિવિધ વ્યવસ્થા માટે તલાટીઓ, આચાર્યો, સેવાભાવી સંસ્થાઓ, આરોગ્ય સ્ટાફ, મેડીકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આર્યુવેદિક અધિકારી, આઇસીડીએસ સ્ટાફ, ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ વિવિધ જવાબદારી નિભાવવા પણ સુચન કરાયું છે.