આરોગ્યઃ રસોડાની એક એવી વસ્તુ જે ખાલી સેવન કરવાથી થશે 8 બીમારીઓ દૂર

અટલ સમાચાર, ડેસ્ક આપણાં રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે જે આપણી મોટાભાગની બીમારીઓનો રામબાણ ઇલાજ છે. જી હાં સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ વિશે. -જો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે લવિંગનાં સેવનથી દૂર થાય છે.
 
આરોગ્યઃ રસોડાની એક એવી વસ્તુ જે ખાલી સેવન કરવાથી થશે 8 બીમારીઓ દૂર

અટલ સમાચાર, ડેસ્ક

આપણાં રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે જે આપણી મોટાભાગની બીમારીઓનો રામબાણ ઇલાજ છે. જી હાં સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ વિશે.

-જો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે લવિંગનાં સેવનથી દૂર થાય છે. પાચનક્રિયા, ગેસની તકલીફ જેવી સમસ્યાને દૂર કરે છે.
-જો ગેસની સમસ્યા હોય તો એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ ઉમેરો પાણી ઠંડુ થાય એટલે પીલો. આ પ્રક્રિયાથી અવશ્ય ફાયદો થશે.
-દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનાથી દાંતનો દુખાવો દૂર થઈ જશે.
-જો શરદી-ખાંસી કે તાવ આવતો હોય તો 1 ગ્લાસ હુફાળાં પાણીમાં લવિંગનો પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
-ખુબ ખાંસી આવતી હોય તો મોં માં લવિંગ રાખવાથી ખાંસી આવતી બંધ થઇ જશે.
-જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ રાખવાથી ફાયદો થશે.
-ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે.
-લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.