આરોગ્ય: શિયાળામાં પગના વાઢિયાને આ રીતે તમારા પગથી દૂર કરો

અટલ સમાચાર, ડેસ્ક ફાટેલી એડી અને તેમાં પડતા કાપાનુ જો તમે સમયે રહેતા ધ્યાન ના રાખો તો તે પીડાદાયક વાઢિયા પણ બની શકે છે. અને આવી સ્થિતિમાં પગ નીચે મુકવો પણ મુશ્કેલ થઇ જાય છે. જો કે શિયાળામાં વાઢિયા પડવા સામાન્ય વાત છે. પણ તેને નજર અંદાજ ન કરવા જોઇએ. માટે જ આજે અમે તમને
 
આરોગ્ય: શિયાળામાં પગના વાઢિયાને આ રીતે તમારા પગથી દૂર કરો

અટલ સમાચાર, ડેસ્ક

ફાટેલી એડી અને તેમાં પડતા કાપાનુ જો તમે સમયે રહેતા ધ્યાન ના રાખો તો તે પીડાદાયક વાઢિયા પણ બની શકે છે. અને આવી સ્થિતિમાં પગ નીચે મુકવો પણ મુશ્કેલ થઇ જાય છે. જો કે શિયાળામાં વાઢિયા પડવા સામાન્ય વાત છે. પણ તેને નજર અંદાજ ન કરવા જોઇએ. માટે જ આજે અમે તમને એક તેવા હિલ બામ વિષે જણાવીએ છીએ જે તમારા પગને ડ્રાય નહીં થવા દે અને તમારા વાઢિયાને પણ તમારા પગથી દૂર કરશે.

વાઢિયાનું ધ્યાન રાખવા માટે તમે પણ આ હિલ બામનો ઉપયોગ કરી શકો છો. આ બામમાં તેવા તત્વો હોય છે જે ડેડ સ્ક્રીનને નીકાળે છે. અને સાથે જ સ્ક્રિનને કૂણી અને સોફ્ટ કરે છે. આ હીલ બામમાં યૂરિયા, સાઇલિસિયલ એસિડ , હોવું જોઇએ. જે એડિયોનું ધ્યાન રાખે છે. સવારે પગ સાફ કરીને આ હીલ બામ લગાવી તમે મોજા પહેરી શકો છો. અને વાઢિયા વધુ હોય તો દિવસમાં બે વાર પણ આ બામ લગાવી શકો છો.

ફાટી ગયેલી પગની આસપાસની ત્વચા બાકીની ત્વચા કરતા વધુ કડક અને સુકાં બની ગયા હોય છે. જ્યારે તમે ચાલો છો, પગની એડી પરના તાણને લીધે ત્વચા ખૂબ ક્રેક થવા લાગે છે. તેનાથી બચવા માટે, પગની એડી પર આવેલી મૃત ત્વચાને દૂર કરો. આ પછી, પગની એડીને નરમ બનાવવા માટે ક્રીમ લગાવો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુષ્ક ત્વચા માટે નાળિયેર તેલ ખૂબ સારું છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા નમી જાળવી રાખે છે. પગને પાણીમાં પલાળ્યા પછી પગની એડી પર નાળિયેર તેલ લગાડવાથી રાહત મળે છે. જો તમારી ફાટેલી એડીથી લોહી આવે છે, તો તેમા નાળિયેર તેલ લગાવાથી બળતરા પણ ઓછી થાય છે કારણ કે નારિયેળમાં સોજો ઓછા કરવા અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ પણ છે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સામાન્ય જાણકારી મુજબ આધારિત છે.