આરોગ્યઃ મીઠાં લીમડાનાં પાન ઘણી બિમારીઓમાંથી મુક્તિ અપાવે છે, આ રીતે કરો ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક આપણી રોજીંદાની દિનચર્યામાં સ્વાસ્થ આદતોને અપનાવીને અને સામાન્ય બદલાવોની સાથે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. આ કડીમાં મીઠાં લીમડાનાં પાંદડાઓેને અવગણશો નહીં. લીમડાનાં પાદંડા જેવાં જ દેખાતા મીઠા લીમડાનાં પાદડામાં ગજબનાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે. આ ફક્ત તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં જ મદદ કરતા નથી, પણ આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી
 
આરોગ્યઃ મીઠાં લીમડાનાં પાન ઘણી બિમારીઓમાંથી મુક્તિ અપાવે છે, આ રીતે કરો ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

આપણી રોજીંદાની દિનચર્યામાં સ્વાસ્થ આદતોને અપનાવીને અને સામાન્ય બદલાવોની સાથે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. આ કડીમાં મીઠાં લીમડાનાં પાંદડાઓેને અવગણશો નહીં. લીમડાનાં પાદંડા જેવાં જ દેખાતા મીઠા લીમડાનાં પાદડામાં ગજબનાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે. આ ફક્ત તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં જ મદદ કરતા નથી, પણ આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાંને જડમાંથી ખત્મ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ મીઠા લીમડાનાં પાનનાં હેલ્થ બેનિફિટ્સ…

મીઠા લીમડાના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ પ્રચૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે તે એનિમિયાના જોખમને ઘટાડવામાં મદદગાર છે. તેમાં વિટામિન એ અને સી પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તમારા ભોજનમાં મીઠાં લીમડાનાં પાનની ચટણીનો સમાવેશ કરી શકો છો. જેને રોટલી સાથે ખાઈ શકાય છે અથવા બીજી કોઈ ડીશમાં મિક્સ કરી શકાય છે. તે શરીરમાં ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને અસર કરીને લોહીમાંથી બ્લડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. વાળ ખરતા અટકાવવામાં મદદગાર છે. હૂંફાળા પાણીમાં પાન મિક્સ કરીને હળવા હાથેથી વાળમાં રગડવાથી વાળ ખરતા અટકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજા લીમડાનાં પાંદડામાં એ ગુણવત્તા છે કે તે ઉબકાની સમસ્યાને દૂર કરી શકે છે. ઘી સાથે કરી પાન શેકો. પછી તેને ઠંડુ થયા પછી ચાવવું. આ કરવાથી ઉબકા મટે છે. તાજા લીમડાનાં પાનને ધોઈ લો અને લગભગ પાંચ મિનિટ સુધી ચાવો, પછી મો ધોઈને પાણીથી કોગળા કરો. આમ કરવાથી, તમારા શ્વાસની ગંધ દૂર થઈ શકે છે. ખરેખર, તે મોઢામાં છુપાયેલા જંતુઓનો નાશ કરે છે અને તેની સુગંધથી તમારા મોંમાં તાજગી અનુભવાય છે. મીઠા લીમડાનાં પાનનો પાઉડર કે પેસ્ટને મધની સાથે મિક્સ કરીને મોઢાનાં ચાંદા પર લગાવવાથી તે બેથી ત્રણ દિવસમાં મોઢાનાં ચાંદાથી રાહત આપે છે.