આરોગ્ય@સુઇગામ: સત્તાધિશોની જવાબદારી વચ્ચે બોગસ ડોક્ટરના સ્થળો આવ્યા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) અર્ધશિક્ષિત સુઇગામ પંથકમાં આરોગ્ય તંત્રને સમાંતર બોગસ ડોક્ટરોનો દબદબો વધી ગયાનું સામે આવ્યુ છે. સુઇગામ તાલુકામાં સત્તાવાર ડીગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે આરોગ્ય તંત્રની જવાબદારી વચ્ચે ચોક્કસ ઠેકાણાં બહાર આવ્યા છે. પાંચથી વધુ ગામોમાં સરેરાશ ૧૦ જેટલા બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરી જનઆરોગ્ય સામે નફો રળી રહ્યા છે. સમગ્ર મામલે તાલુકાથી લઇ
 
આરોગ્ય@સુઇગામ: સત્તાધિશોની જવાબદારી વચ્ચે બોગસ ડોક્ટરના સ્થળો આવ્યા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

અર્ધશિક્ષિત સુઇગામ પંથકમાં આરોગ્ય તંત્રને સમાંતર બોગસ ડોક્ટરોનો દબદબો વધી ગયાનું સામે આવ્યુ છે. સુઇગામ તાલુકામાં સત્તાવાર ડીગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે આરોગ્ય તંત્રની જવાબદારી વચ્ચે ચોક્કસ ઠેકાણાં બહાર આવ્યા છે. પાંચથી વધુ ગામોમાં સરેરાશ ૧૦ જેટલા બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરી જનઆરોગ્ય સામે નફો રળી રહ્યા છે. સમગ્ર મામલે તાલુકાથી લઇ જીલ્લા આરોગ્યના સત્તાધિશોની કાર્યવાહી અનેક સવાલો વચ્ચે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના મોરવાડા, ઘેચાણા, ઉચોસણ, જોરાવરગઢ અને ચાળા સહિતના ગામોમાં બોગસ ડોક્ટર હોવાની વિગતો સામે આવી છે. ડીગ્રી વગર પંથકના ગ્રામ્ય અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાનું સામે આવ્યુ છે. જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ બોગસ ડોક્ટર વિરૂધ્ધ થતી કાર્યવાહી સુઇગામ પંથકમાં સુષુપ્ત હોવા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ પાંચેય ગામોમાં સામુહિક તપાસ થાય તો અત્યાર સુધી જનઆરોગ્ય સામે થયેલી ગતિવિધિ બહાર આવી શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુઇગામ તાલુકામાં સરેરાશ દસથી વધુ બોગસ ડોક્ટર છેલ્લા કેટલાક સમયથી તંત્રની હાજરી વચ્ચે બેફામ દવા આપી રહ્યા છે. પંથકના ગરીબ દર્દીઓ સામે ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરી બોગસ ડોક્ટરો ડીગ્રી વગર સારવાર કરતા હોઇ જનઆરોગ્ય ચિંતાજનક સ્થિતિમાં મુકાયુ છે. પંથકમાં અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છતાં બોગસ ડોક્ટરનો દબદબો આરોગ્યની સ્થિતિને લઇ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.