આરોગ્ય: ‘ગોળવાળી ચા’ પિવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

અટલ સમાચાર, ડેસ્ક દિવાળી બાદ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ કોરોનાની બીજો તબક્કો શરૂ થયો છે. તેવામાં ઇમ્યુનિટિ બુસ્ટ કરવી ખુબ જ જરૂરી છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા બને એટલું વધુ ધ્યાન રાખવાની હાલમાં તાતી જરૂર છે. એવાંમાં અમે આપનાં માટે ખાસ ટિપ્સ લાયા છે જે આપને આ શિયાળામાં શરદી
 
આરોગ્ય: ‘ગોળવાળી ચા’ પિવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળી બાદ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ કોરોનાની બીજો તબક્કો શરૂ થયો છે. તેવામાં ઇમ્યુનિટિ બુસ્ટ કરવી ખુબ જ જરૂરી છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા બને એટલું વધુ ધ્યાન રાખવાની હાલમાં તાતી જરૂર છે. એવાંમાં અમે આપનાં માટે ખાસ ટિપ્સ લાયા છે જે આપને આ શિયાળામાં શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓથી દૂર રાખશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ માટે આપે એક ચા પીવાની છે. આ ચા ખાસ છે. જે તમારા શરીરમાં ગરમાવો લાવશે. અને સાથે જ તમારી ઇમ્યુનિટિ પણ વધારશે. આ ચા છે ગોળની ચા. જે બનાવવી એકદમ સહેલી છે. અને તેનાંથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

ગોળવાળી ચા બનાવવાની રીત- સૌ પ્રથમ જાણી લો આ ચા બનાવવી એક દમ સરળ છે. તમે જે રીતે રૂટીન ચા બનાવો છો. આદુ વાળી તેવી જ ચા બનાવવાની છે. પણ તેમાં ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવો. જો તમારી પાસે કાળો શુદ્ધ ગોળ હોય તો તે ઉમેરવો. આ ચા સ્વાદમાં આપની રૂટીન ચા જેવી જ લાગશે. તેથી આ શિયાળામાં ખાંડની જગ્યાએ સવાર સવારમાં ગોળ વાળી ચા પીવાનું શરૂ કરી દો. તેનાંથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે.

આ ઉપરાંત તમે જવની ચા પણ પી શકો છો. આ માટે મીડિયમ આંચ પર એક તવા પર જવને ડ્રાય શેકી લો. હવે બીજી તરફ એક પેનમાં પાણીને ઉકળવા માટે રાખી દો. એક ઉભરો આવે એટલે તેમા જવ ઉમેરી આશરે 20 મિનિટ સુધી ઉકાળી લો. તે બાદ ગેસ બંધ કરી દો અને ચાને એક કપમાં ગાળી લો. જેથી જવનો સ્વાદ થોડોક કડવો હોય છે જેથી તેમા તમે મધ મિક્સ કરી શકો છો. તૈયાર છે જવની ચા.