આરોગ્ય: શિયાળામાં શરદી, ખાંસીથી દૂર રહેવા, આ ઉપાય અજમાવો

અટલ સમાચાર, ડેસ્ક આ સમય કોરોનાનો છે એવામાં જો કફ કે શરદી થાય તો વળી ટેન્શન રહે. એટલે જ જો આ સમયમાં શરદી ખાંસી કફથી દૂર રહેવું હોય તો આ ઉપાયને તમારા નિયમિત જીવનમાં ઉતારી લો. તેનાંથી તમને ફાયદો થશે. અને આ તમામ ચીજો આપને સરળતાથી મળી રહેશે. આદુ અને તુલસીનો રસ- આદુને બારીક પીસીને
 
આરોગ્ય: શિયાળામાં શરદી, ખાંસીથી દૂર રહેવા, આ ઉપાય અજમાવો

 અટલ સમાચાર, ડેસ્ક

આ સમય કોરોનાનો છે એવામાં જો કફ કે શરદી થાય તો વળી ટેન્શન રહે. એટલે જ જો આ સમયમાં શરદી ખાંસી કફથી દૂર રહેવું હોય તો આ ઉપાયને તમારા નિયમિત જીવનમાં ઉતારી લો. તેનાંથી તમને ફાયદો થશે. અને આ તમામ ચીજો આપને સરળતાથી મળી રહેશે.

આદુ અને તુલસીનો રસ- આદુને બારીક પીસીને તેનો રસ કાઢો,ત્યારબાદ આ રસમાં તુલસીનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.જો તમે ઇચ્છો તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.

હળદર- શિયાળાની ઋતુમાં દરેકના ઘરમાં હળદરનું દૂધ પીવાની ટેવ હશે જ,પણ જો ના હોય તો આજથી જ આ ટેવને ઉપનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તમે બદામ અને હળદરનું દૂધ જરૂરથી પીવો. આ દૂધ નિયમિત પીવાથી કફ ને શરદી જેવી સમસ્યાથી બચી શકાય છે.

ઉકાળો- શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચવા માટે ઉકાળો એ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.શરદી અને ઉધરસથી બચવા માટે આ ખાસ ઉકાળો બનાવવો ખૂબ જ સરળ છે.સૌથી પેહલા એક ગ્લાસ પાણી ઉકાળો. પાણી ઉકળે એટલે તરત જ તેમાં લવિંગ,કાળા મરી,એલચી,આદુ,ગોળ જેવા બધા ઘટકો ઉમેરી લો.ત્યારબાદ તેને થોડા સમય માટે ઉકળવા દો.જ્યારે પાણી અડધું ઘટી જશે,ત્યારે તેમાં તુલસીના પાન ઉમેરો.ત્યારબાદ એક મિનિટ સુધી આ ઉકાળો પછી તેમાં ચાના પાન ઉમેરો અને પછી આ ઉકાળો ગાળી તેને પીવો.

ગોળનો ઉકાળો- કાળા મરી,જીરું અને ગોળ સાથે પાણીને મિક્ષ કરી તેને ઉકાળો.ત્યારબાદ આ ઉકાળો પીવાથી શરદી,ઉધરસ તથા કફની સમસ્યાઓ દૂર થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આદુવાળી ચા- સ્વાદિષ્ટ સ્વાદ સિવાય આદુમાં ખૂબ મીઠી સુગંધ પણ હોય છે જે સામાન્ય શરદી અને ઉધરસના ઉપચારમાં ખૂબ મદદગાર છે.આ માટે આદુને બારીક પીસીને અને તે ચામાં ઉમેરી આ ચાનું સેવન કરવાથી તમને જલ્દી ફાયદો થશે.નિયમિત આદુવાળી ચા પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.આદુ તમને સામાન્ય ઉધરસથી પણ રાહત આપે છે.

ગરમ પાણી- દિવસ દરમિયાન જ્યારે પણ તરસ લાગે ત્યારે નવશેકું પાણી જ પીવાની ટેવ પાડો. જેથી વારંવાર થતી શરદી,ઉધરસ તથા કફની સમસ્યા દૂર થાય છે.ગરમ પાણી ગળામાં થતી બળતરા ઘટાડે છે અને શરીરમાંથી પ્રવાહી બહાર કાઢવામાં મદદ કરે છે.

લસણ- શરદી,ઉધરસ તથા કફની સમસ્યા દૂર કરવા માટે લસણ પણ ખુબ ફાયદાકારક છે.આ માટે સૌથી પેહલા ઘીમાં લસણ તળી લો અને તે થોડું તળાય ત્યાં સુધી તેને ગરમ કરો.ત્યારબાદ તળેલું લસણ બહાર કાઢો અને થોડું ઠંડુ થાય ત્યારે તેને ખાઓ.તમને તળેલું લસણ ખાવામાં થોડું કડવું લાગશે,પણ આ લસણ ઠંડીની ઋતુમાં દરેક સમસ્યા દૂર કરવામાં ખૂબ અસરકારક છે.જેથી તમારી શરદી અને ઉધરસની સમસ્યા માત્ર થોડા સમયમાં જ દૂર થશે.

વિટામિન સીનું સેવન કરવું- વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.નિયમિત આહારમાં વિટામિન સીનું સેવન કરવાથી શરદી અને ફ્લૂ અને અન્ય ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.તે આપણા શરીરમાં લોહીની સમસ્યા પણ સુધારે છે.