આરોગ્યઃ કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત

અટલ સમાચાર, ડેસ્ક આજકાલની લાઈફ સ્ટાઈલ, અનિંદ્રા, પોલ્યુશ વગેરેના કારણે ચામડીની સાથે વાળને પણ ઘણું નુક્સાન પહોંચે છે. ત્યારે કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત અને શાઈની. ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ સાથે વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં કાળા મરી કારગર
 
આરોગ્યઃ કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલની લાઈફ સ્ટાઈલ, અનિંદ્રા, પોલ્યુશ વગેરેના કારણે ચામડીની સાથે વાળને પણ ઘણું નુક્સાન પહોંચે છે. ત્યારે કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત અને શાઈની. ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ સાથે વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં કાળા મરી કારગર સાબિત થાય છે. કાળા મરીનો ઉપયોગ કરીને ફ્રિઝી વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાળને સફેદ થતાં રોકવા માટે કાળા મરીમાં થોડું દહીં ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવીને 15 થી 20 મિનિટ લગાવીને રાખો. તે બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. દહીં સાથે કાળા મરીને ઉપયોગ કરવાથી વાળને પ્રચૂર માત્રામાં મોઈશ્ચર મળે છે. સાથે જ વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે.

ડેન્ડ્રફ થશે છૂમંતર ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે વર્જિન ઑઈલમં ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરી વાળમાં લગાવો. 4 થી 5 કલાક ઑઈલ અને કાળા મરીને મિક્સ કરી લગાવ્યા બાદ તેને ધોઈ લો. ડેન્ડ્રફ માટે કાળા મરીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે વધુ માત્રામાં ન કરો. જો વધુ માત્રામાં કાળા મરી સ્કાલ્પ પર લગાવવામાં આવે તો તે ઈચિંગ, બળતરા અને રેશિસનું કારણ બની શકે છે.

વાળમાં ચમક લાવવા માટે લીંબુના રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને 15 મિનિટ સુધી રાખો. તે બાદ વાળને શેમ્પૂ અને સાદા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વખત કરો. આમ કરવાથી વાળની ખોવાયેલી ચમક પરત આવી જશે.