ચેરાપુંજીમાં ભારે વરસાદ, ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી જાણો

અટલ સમાચાર,ડેસ્ક ગત વર્ષે પુરતો વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની કફોડી હાલત થવા પામી હતી. જેને કારણે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર સરકારે કર્યા હતા. ત્યારે આ ચોમાસુ સારુ રહે તેવી આશા સાથે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે. ચાલુ વર્ષની વાત કરીએ તોમેઘાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં
 
ચેરાપુંજીમાં ભારે વરસાદ, ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી જાણો

અટલ સમાચાર,ડેસ્ક 

ગત વર્ષે પુરતો વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની કફોડી હાલત થવા પામી હતી. જેને કારણે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર સરકારે કર્યા હતા. ત્યારે આ ચોમાસુ સારુ રહે તેવી આશા સાથે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ચાલુ વર્ષની વાત કરીએ તોમેઘાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ચેરાપુંજીમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. ત્રિપુરાનાં કૈલાસહરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં ત્રિપુરા, મેઘાલાય અને મિઝોરમમાં વરસાદની માત્રા વધશે. આ સિવાય આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુરમાં પણ હળવાથી ભારે વરસાદ પડશે.

જો કે ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પહેલો વરસાદ વરસશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે 26 જૂનથી 4 જુલાઈ વચ્ચે વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ આ સમયગાળામાં પહેલો વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસી ગયાના 15 દિવસમાં ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસું મોડું બેસતા ગુજરાતમાં ચોસામું મોડું બેસશે.

સામાન્ય રીતે વરસાદની જે સિસ્ટમ સક્રિય થતી હોય છે તેનાથી દેશમાં સૌપ્રથમ કેરળમાં વરસાદનું આગમન થતું હોય છે. ત્યાર બાદ ચોમાસું આગળ વધે છે અને ગોવા અને મુંબઈમાં વરસાદ પડે છે. મુંબઈમાં વરસાદના બીજા અઠવાડિયે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી વરસાદનું આગમન થતું હોય છે.

ગત વર્ષોની વાત કરીએ તો 2013ના વર્ષમાં 11 જૂનના ચોમાસું બેસી ગયું હતું. જ્યારે 2014ના વર્ષમાં 13-14ના જૂનના ગુજરાતમાં ચોમાસું બેઠું હતું જો કે આ વર્ષે ચોમાસુ એકંદરે મોડુ રહ્યુ છે.