સહાય@પાટણ: વિવિધ યોજના હેઠળ સખીમંડળોને સ્વાવલંબન કરવા ચેક અપાયા

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓને સ્વનિર્ભર થવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ યોજના હેઠળ આર્થિક સહાય માટેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણના ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં
 
સહાય@પાટણ: વિવિધ યોજના હેઠળ સખીમંડળોને સ્વાવલંબન કરવા ચેક અપાયા

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓને સ્વનિર્ભર થવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ યોજના હેઠળ આર્થિક સહાય માટેના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણના ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા વિવિધ બેંકના મેનેજર્સ દ્વારા ૦૭ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડમાંથી રૂ.૧૦,૦૦૦ના ચેક, ૦૩ ગ્રામ સખી સંગઠનને રૂ.૫,૦૦,૦૦૦ લેખે કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તથા ૨૦ સખીમંડળોને રૂ.૧,૦૦,૦૦૦ લેખે કેશ ક્રેડીટની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સહાય@પાટણ: વિવિધ યોજના હેઠળ સખીમંડળોને સ્વાવલંબન કરવા ચેક અપાયા

કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે બચત અને આર્થિક ઉપાર્જન દ્વારા તેમનું ઉત્થાન થાય તે માટે સ્વસહાય જુથમાં જોડાવા અપીલ કરી હતી. આરોગ્ય અને સંકલીત બાળ વિકાસ યોજના હેઠળ કાર્યાન્વિત થઈ આવકનો સ્ત્રોત ઉભો કરવા સખીમંડળોને આહ્વાન કર્યું હતું.