ખળભળાટ@હિંમતનગર: ગારમેન્ટના વેપારી સાથે 30.55 લાખની છેતરપિંડી, 2 ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરના એક વેપારી સાથે અન્ય વેપારીઓએ 30.55 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ સામે આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક વેપારીને ગારમેન્ટ ફેક્ટરી હોઇ અગાઉ વાપીના બે શખ્સો પાસે બેઠક થઇ હતી. જે બાદમાં ઇસમોએ પેન્ટ-શર્ટના અલગ-અલગ સેમ્પલ બતાવી ફરીયાદીને વિશ્વાસ લઇ મોટો ઓર્ડર મેળવ્યો હતો. આ તરફ ઓર્ડરના પૈસા આરટીજીએસ
 
ખળભળાટ@હિંમતનગર: ગારમેન્ટના વેપારી સાથે 30.55 લાખની છેતરપિંડી, 2 ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરના એક વેપારી સાથે અન્ય વેપારીઓએ 30.55 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ સામે આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક વેપારીને ગારમેન્ટ ફેક્ટરી હોઇ અગાઉ વાપીના બે શખ્સો પાસે બેઠક થઇ હતી. જે બાદમાં ઇસમોએ પેન્ટ-શર્ટના અલગ-અલગ સેમ્પલ બતાવી ફરીયાદીને વિશ્વાસ લઇ મોટો ઓર્ડર મેળવ્યો હતો. આ તરફ ઓર્ડરના પૈસા આરટીજીએસ કરાવી અને માલ પાર્સલ કરાવી આપ્યો હતો. જોકે ફરીયાદીએ માલ જોતાં એકદમ રદ્દી અને જુનો માલ હોવાનું સામે આવતાં પૈસા પરત માંગતા ઇસમોએ નહીં આપતાં ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે છેતરપિંડીની બીજી ફરીયાદ સામે આવી છે. શહેરના મહેતાપુરા તિલોકનગરમાં રહેતાં જગદિશભાઇ પટેલ હિંમતનગર ખાતે પુજા ફેશન નામની ગારમેન્ટની ફેક્ટરી ચલાવે છે. આ દરમ્યાન તેમના ભાગીદાર હર્ષદભાઇ સોનીના મિત્ર જયેશભાઇ ઠક્કરે કહેલ કે, વાપીના બે વ્યક્તિઓ તમને બ્રાન્ડેડ કંપનીનો માલ સસ્તા ભાવે અપાવશે. જેથી ફરીયાદી સહિતનાએ બેઠક કર્યા બાદ આરોપી ઇસમોને સેમ્પલ બતાવ્યાં હતા. જે બાદમાં કપડાના રૂ.29,71,500 આરટીજીએસ કરાવ્યા હતા. આ તરફ આરોપીઓએ જે પાર્સલમાં માલ મોકલાવ્યો તે જોઇ ફરીયાદી સહિતના ચોંકી ઉઠ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેપારીએ પાર્સલનું વાપીથી અમદાવાદ ટ્રાન્સપોર્ટેશનના 58,950 અને અમદાવાદથી હિંમતનગરના 25,000 ચુકવ્યા હતા. જે બાદમાં માલ ચેક કરતાં બેઠક વખતે બતાવેલા સેમ્પલથી એકદમ અલગ અને જુનો માલ હોવાનું ખુલ્યુ હતુ. જેને લઇ બંને ઇસમોનો સંપર્ક કરતાં તેઓ બહાના બતાવા લાગ્યા હતા. આ તરફ કંપનીનો કોન્ટેક્ટ કરતાં કંપનીવાળાએ કહેલ કે, જેની જોડે માલ મંગાવ્યો છે તેમનો સંપર્ક કરવો. જે બાદમાં આરોપી ઇસમો પાસે પૈસા પરત માંગતા આપ્યા ન હતા. જેને લઇ ફરીયાદીએ બે ઇસમોના નામજોગ હિંમતનગર પોલીસ મથકે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધાવ્યો છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. સંજયભાઇ મિત્તલ
  2. મયંકભાઇ મિત્તલ, પ્લોટ નં.24, વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફેઝ-1, જીઆઇડીસી, વાપી, જી.વલસાડ