હિંમતનગર: આઠ વર્ષના છોકરાએ રાખ્યા રમઝાનના રોઝા, પરિવારમાં ખુશી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, રમેશ વૈષ્ણવ હાલ મુસ્લિમ સમાજમાં માટે મહત્વનો રમઝાન મહિનો ચાલી રહયો છે. મુસ્લિમ સમાજના વડીલો તથા નાના બાળકો પણ રોજા રાખતા હોય છે ત્યારે, મૂળ લાંબડીયાના અને હાલ હિંમતનગરમાં રહેતા ડૉ. ફારૂકભાઈ એ.મેમણના નાના દીકરા સૈફુલ્લાહએ માત્ર આઠ વર્ષની નાની વયે રમઝાન મહિનાના બધા જ રોઝા, રમઝાનની વિશેષ ઇબાદત અને તહઝઝૂદની નમાજ સાથે
 
હિંમતનગર: આઠ વર્ષના છોકરાએ રાખ્યા રમઝાનના રોઝા, પરિવારમાં ખુશી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, રમેશ વૈષ્ણવ

હાલ મુસ્લિમ સમાજમાં માટે મહત્વનો રમઝાન મહિનો ચાલી રહયો છે. મુસ્લિમ સમાજના વડીલો તથા નાના બાળકો પણ રોજા રાખતા હોય છે ત્યારે, મૂળ લાંબડીયાના અને હાલ હિંમતનગરમાં રહેતા ડૉ. ફારૂકભાઈ એ.મેમણના નાના દીકરા સૈફુલ્લાહએ માત્ર આઠ વર્ષની નાની વયે રમઝાન મહિનાના બધા જ રોઝા, રમઝાનની વિશેષ ઇબાદત અને તહઝઝૂદની નમાજ સાથે રાખ્યા હતા.

હાલ હિંમતનગર સુકુન બંગલોઝમાં રહેતા અને મૂળ લાંબડિયાના ડૉ. ફારૂકભાઈ એ.મેમણના નાના દીકરા સૈફુલ્લાહએ માત્ર આઠ વર્ષની નાની વયે તેના મોટાભાઈ અબ્દુલ્લાહ (ઉ.વ. 11) ની સાથે સાથે બાળહઠથી સ્વેચ્છાએ રમઝાન મહિનાના બધા જ રોઝા, રમઝાનની વિશેષ ઈબાદત – બધી જ તરાવિહની અને બધી જ તહઝઝૂદની નમાજ સાથે રાખ્યા હતા. મુસ્લિમ સમાજના વડીલો અને યુવાનોએ બંને ભાઈઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા.