હિંમતનગર: સહયોગ પરિવારના બાલકૃષ્ણ રાવલનું સન્માન કરવામાં આવ્યુ

અટલ સમાચાર, હિંમતનગર સહયોગ પરિવાર હિંમતનગરના પ્રણેતા અને બ્રહ્મસેના ગુજરાતના કન્વીનર બાલકૃષ્ણ રાવલનું ભુખ્યાને ભોજન માટે રોટી સેવા યજ્ઞનું આયોજન કરવા બદ્દલ ડૉ. કમલભાઈ પંડ્યા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ રોટી સેવામાં આશરે 100 થી વધુ યુવા ભાઈ બહેનો જોડાઈ ગયા હતા. જેમાં પ્રથમ દિવસે 100 થી વધુ ઘરેથી રોટી મેળવીને 550
 
હિંમતનગર: સહયોગ પરિવારના બાલકૃષ્ણ રાવલનું સન્માન કરવામાં આવ્યુ

અટલ સમાચાર, હિંમતનગર

સહયોગ પરિવાર હિંમતનગરના પ્રણેતા અને બ્રહ્મસેના ગુજરાતના કન્વીનર બાલકૃષ્ણ રાવલનું ભુખ્યાને ભોજન માટે રોટી સેવા યજ્ઞનું આયોજન કરવા બદ્દલ ડૉ. કમલભાઈ પંડ્યા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ રોટી સેવામાં આશરે 100 થી વધુ યુવા ભાઈ બહેનો જોડાઈ ગયા હતા. જેમાં પ્રથમ દિવસે 100 થી વધુ ઘરેથી રોટી મેળવીને 550 રોટીઓ ટેસ્ટી શાક સાથે પીરસવામાં આવી હતી.

હિંમતનગર: સહયોગ પરિવારના બાલકૃષ્ણ રાવલનું સન્માન કરવામાં આવ્યુ

આ રોટી સેવા 85 વર્ષના એક સન્યાસી માતાને ગ્રૂપના સભ્યોએ રોટી શાક આપવાનો ઘણો પ્રયાસ કર્યો જે તેઓએ સ્વીકારવાની ધરાર ના પાડી હતી, પરંતુ કોણ જાણે કેમ પણ જ્યારે સૌ પ્રથમવાર તેમની નજર બાલકૃષ્ણ રાવલ ઉપર પડતા તેઓ ગળે બાજીને ગુરુ ભાઈ કહી એટલા તો ગદ ગદિત થઈ ગયા કે 15 મિનિટ સુધી તો તેઓએ ગળે બાજીને આનંદથી અશ્રુભીની આંખે ખૂબ ખૂબ આશિર્વાદ આપ્યા હતા.

આ દ્રશ્ય જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ રોટી સેવામાં આશરે 100 થી વધુ યુવા ભાઈ બહેનો જોડાઈ ગયા છે અને હજુ પણ વધુને વધુ યુવા આજે પ્રથમ દિવસે 100 થી વધુ ઘરેથી રોટી મેળવીને 550 રોટીઓ ટેસ્ટી શાક સાથે પીરસવામાં આવી.