હિંમતનગરઃ ડોક્ટરોએ શહીદ સૈનિકોના પરિવારજનોની ફ્રી ઓપીડી ચાર્જની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક જગ પ્રખ્યાત ઈડરીયા ગઢને જોવા આ વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં સહેલાણીઓ ગઢને નિહાળવા આવતા હોય છે, ત્યારે ડોક્ટરોએ પોતાના બાળકોને ઐતિહાસિક ધરોહરથી વાકેફ કરવા આ હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ વોક દરમિયાન તમામને ઈડરના યોગેશભાઈ સથવારે ગઢના પ્રાચીન ઇતિહાસથી વાકેફ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ઈડરીયા ગઢ પર હિંમતનગર
 
હિંમતનગરઃ ડોક્ટરોએ શહીદ સૈનિકોના પરિવારજનોની ફ્રી ઓપીડી ચાર્જની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

જગ પ્રખ્યાત ઈડરીયા ગઢને જોવા આ વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં સહેલાણીઓ ગઢને નિહાળવા આવતા હોય છે, ત્યારે ડોક્ટરોએ પોતાના બાળકોને ઐતિહાસિક ધરોહરથી વાકેફ કરવા આ હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ વોક દરમિયાન તમામને ઈડરના યોગેશભાઈ સથવારે ગઢના પ્રાચીન ઇતિહાસથી વાકેફ કર્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ઈડરીયા ગઢ પર હિંમતનગર IMA એસોસિયેશનના તમામ ડોક્ટરોએ સહપરિવાર સાથે હેરિટેજ વોક કર્યું હતું. એસોસિએશન દ્વારા ભારતના તમામ શહીદ સૈનિકોના પરિવારજનોની ફ્રી ઓપીડી ચાર્જ તેમજ સૈનિક પરિવારને રાહતદરે ઓપરેશન કરવાની જાહેરાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ આયોજન બાદ IMA હિંમતનગર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. મુકેશ મોદી અને સેક્રેટરી ડો. શૈલેષ પટેલે ભારતના તમામ શહીદ સૈનિકોના પરિવારજનોની ફ્રી ઓપીડી ચાર્જ તેમજ સૈનિક પરિવારને રાહતદરે ઓપરેશન કરવાની જાહેરાત કરી હતી. IMA હિંમતનગર એસોસિએશન દ્વારા આપણી ધરોહરની જાળવણી આપણી જવાબદારી સમજી ઈડરીયા ગઢ પર આવેલા રૂઠીરાણીના મહેલ તરફના તુટેલા પગથિયાં રિપેર કરવા 5 હજાર ફાળો આપ્યો હતો અને જરૂર પડ્યે ધરોહરની જાળવણી માટે વધુ મદદની પણ જાહેરાત કરી હતી.