હિંમતનગર: ફોરેસ્ટરનું Love you, મહિલા કર્મચારીની લેખિત ફરિયાદ

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના વન આલમમાં ચકચાર જગાવતી વિગતો સામે આવી છે. ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે પાયાના મહિલા કર્મચારીને હેરાન કર્યાના આક્ષેપ સાથેની રજૂઆત થઈ છે. મૂળ ફોરેસ્ટરે ફરજ દરમ્યાન ગાડીમાં બેસાડી હાથમાં લવ યુ લખી અડપલાં કર્યાની ચોંકાવનારી ફરિયાદ કરી છે. જેથી વાતની ગંભીરતા પારખી જિલ્લા વન અધિકારીએ સૌપ્રથમ ચાર્જ પરત લઈ તપાસ
 
હિંમતનગર: ફોરેસ્ટરનું Love you, મહિલા કર્મચારીની લેખિત ફરિયાદ

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના વન આલમમાં ચકચાર જગાવતી વિગતો સામે આવી છે. ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે પાયાના મહિલા કર્મચારીને હેરાન કર્યાના આક્ષેપ સાથેની રજૂઆત થઈ છે. મૂળ ફોરેસ્ટરે ફરજ દરમ્યાન ગાડીમાં બેસાડી હાથમાં લવ યુ લખી અડપલાં કર્યાની ચોંકાવનારી ફરિયાદ કરી છે. જેથી વાતની ગંભીરતા પારખી જિલ્લા વન અધિકારીએ સૌપ્રથમ ચાર્જ પરત લઈ તપાસ શરૂ કરાવી છે.

હિંમતનગર: ફોરેસ્ટરનું Love you, મહિલા કર્મચારીની લેખિત ફરિયાદ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હિંમતનગર રેન્જમાં તત્કાલીન ઇન્ચાર્જ આરએફઓ હરેશ પંડ્યા વિરુદ્ધ સનસનીખેજ રજૂઆત થઈ છે. વનવિભાગમાં એકદમ પાયાના મહિલા કર્મચારીએ લેખિતમાં અનેકવિધ આક્ષેપો સાથેની રજૂઆત આપી છે. જેમાં ફરજ દરમ્યાન બોલાવી ગાડીમાં બેસાડી ” હાથમાં આઇ લવ યુ લખ્યું, સાથળ ઉપર હાથ મૂક્યો, દુપટ્ટો ખેંચ્યો, કપડાં ફીટ પહેરવાં, બોડી સારી દેખાય, જવાનીમાં એકલતા, તને પહેલીવાર જોઈ તું ગમી ગઈ ” આ તમામ શબ્દો કહ્યા અને બિભત્સ વર્તન કર્યું હોવાની ગંભીર રજૂઆત રૂબરૂ મળીને પણ કહી છે. આ સાથે વોટ્સએપમાં મેસેજ કરી “જવાબ આપ” કહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

હિંમતનગર: ફોરેસ્ટરનું Love you, મહિલા કર્મચારીની લેખિત ફરિયાદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીની સુંદરતા સામે ફરજ દરમ્યાન જોવાની અને વર્તન કરવાની બાબતે ગંભીર સવાલો ઉભા થયા છે. આથી રજૂઆત આધારે જિલ્લા વન અધિકારી અરવિંદ ગઢવીએ તપાસના આદેશ કર્યા છે. આથી એસીએફ કનકબા રાઠોડ સહિતના કમિટી સભ્યો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવી સ્થિતિમાં સાબરકાંઠા વન આલમમાં ભારે ચર્ચા ઉભી થઇ છે.

તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય- ડીસીએફ અરવિંદ ગઢવી

ઈડરના ફોરેસ્ટર વિરૂદ્ધ રજૂઆત હોઇ પ્રાથમિક તબક્કે હિંમતનગર આરએફઓ તરીકેનો ચાર્જ લઈ લીધો છે. જ્યારે રજૂઆત ઉપર કમિટી તપાસ કરી રહી છે. જોકે હાલ ગેરસમજણ હોવાની સંભાવના હોઇ પરિસ્થિતિ ચિંતાજનક નથી્