ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં અગાઉ ક્યારેય ના બનેલી ઘટનાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. બહુ ચર્ચિત સંસદ ફંડ કૌભાંડ મામલે આખરે 2 અધિકારી સહિત 4 ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વિકાસ અને રાષ્ટ્રીય પર્વ ઉજવણીના નાણાં કાવતરું રચી અંગત કામે વાપરી લીધાનું સામે આવ્યું છે. તત્કાલીન આયોજન અધિકારી અને
 
ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં અગાઉ ક્યારેય ના બનેલી ઘટનાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. બહુ ચર્ચિત સંસદ ફંડ કૌભાંડ મામલે આખરે 2 અધિકારી સહિત 4 ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વિકાસ અને રાષ્ટ્રીય પર્વ ઉજવણીના નાણાં કાવતરું રચી અંગત કામે વાપરી લીધાનું સામે આવ્યું છે. તત્કાલીન આયોજન અધિકારી અને સ્પોર્ટ્સ કોચ સહિતનાએ ખાનગી વ્યક્તિઓને 97 લાખ બારોબાર આપી દીધા હતા. સરકારી કાગળો આધારે ખાનગી બેંકમાં ગેરકાયદેસર ખાતું ખોલાવી 97 લાખનું બારોબારિયુ કરી લીધાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તપાસને અંતે સરકાર તરફથી હુકમ થતાં હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને 4 આરોપી વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ થયો છે.

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

સાબરકાંઠા જિલ્લા આયોજન અધિકારીની કચેરી અને સ્પોર્ટ્સ કોચની કચેરીએ ભેગા મળી સરકારમાંથી આવતાં નાણાંની ચોંકાવનારી કટકી કરી છે. તત્કાલીન આયોજન અધિકારી પરેશ જોશી, તત્કાલીન સંશોધન અધિકારી રોશની પટેલ, સ્પોર્ટ્સ કોચ સુરજી ડામોર સહિતનાએ પોતાની સત્તાનો દુરૂપયોગ કૌભાંડ કરવા પ્લાન કર્યો હતો.

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

જેમાં સ્પોર્ટ્સ કોચ સુરજી ડામોરે ગેરકાયદેસર રીતે ખોટું રેકર્ડ ઉભું કરી ખાનગી બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું. જેમાં સંસદ ફંડ તથા રાષ્ટ્રીય પર્વ ઉજવણી નિમિત્તે સરકારમાંથી આવેલ ગ્રાન્ટ પૈકી રૂ. 97 લાખ અંગત ખાતામાં જમા કરાવી દીધા હતા. આયોજન અધિકારી પરેશ જોશી અને કરાર આધારિત સંશોધન અધિકારી રોશની પટેલની સહીઓથી સ્પોર્ટ્સ કોચ સુરજી ડામોરના ખાનગી બેંક એકાઉન્ટમાં જમા કરાવી સનસનીખેજ કૌભાંડ આચર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

આ 97 લાખનો સરકારી કામકાજ માટે ઉપયોગ કરવાને બદલે હિંમતનગરના વેપારી પાર્થ પટેલ અને મળતિયાને આપી દીધા હતા. 3 સરકારી કર્મચારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિકાસમાં આપવાની ગ્રાન્ટમાં કટકી કરી હોવાનું ફરિયાદને પગલે સામે આવ્યું છે. ક્લાસ વન અધિકારી વિરુદ્ધ 97 લાખની ઉચાપતનો ગુનો દાખલ થતાં ઉત્તર ગુજરાત વહીવટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

સૂત્રોએ જણાવ્યું હતું કે, તત્કાલીન આયોજન અધિકારી પરેશ જોશી અને તેમની જ કચેરીની કર્મચારી રોશની પટેલ સાથે તત્કાલીન સ્પોર્ટ્સ કોચ સુરજી ડામોરે ભેગા મળી 97 લાખની સરકારી ગ્રાન્ટ 4 વેપારી- સંસ્થાકીય ફર્મને આપી દીધી હતી.

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

જેના ભાગીદાર કે સંચાલનકર્તા પાર્થ પટેલ હોવાનું સામે આવતાં કુલ 4 ઈસમોએ આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આથી સામાન્ય વહીવટ વિભાગ, રમતગમત વિભાગ, પોલીસ મહાનિર્દેશક અને કલેક્ટર કચેરી સહિતના પત્ર આધારે ચારેય આરોપી વિરુદ્ધ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને આઇપીસી 406, 420, 465, 471, 120બી, 167, 409, 467 અને 468 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ 

ખળભળાટ@હિંમતનગર: સરકારના 97 લાખ ઘરભેગા કર્યા, 2 અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ