આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

મિસ ઈન્ડિયા બનવાના પ્રથમ સોપાન સમી ઈન્ડીયાઝ મીસ TGPC સીજન-7 નો ખિતાબ જીતવાથી મૂળ યુપીની પરંતુ જન્મથી હિંમતનગર ખાતે ઉછરેલી રંજના.આર.પાંડે થોડા પગથીયા દૂર છે તેણે ફેસ ઓફ ગુજરાત-2019 માં બેસ્ટ સ્માઈલ નો ખિતાબ પણ જીત્યો છે. અત્યારે ટોપ-51માં સિલેક્ટ થઇ છે આ સ્પર્ધામાં જીતશે તો હિંમતનગર ની દીકરી માટે મીસ ઇન્ડિયા માટે દાવેદાર બનશે.

હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી રંજનાએ મિસ ઈન્ડિયા બનવાના બ્યૂટી કોન્ટેસ્ટમાં ઝંપલાવ્યું છે. પિતા ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર છે માતા ગૃહિણી છે રંજના કહે છે કે તેઓ મૂળ યુપીના છે પરંતુ એક વર્ષની હતી ત્યારથી હિંમતનગર ખાતે રહે છે ધોરણ 12 સુધી હિંમતનગરમાં અભ્યાસ કરી અત્યારે આણંદ ખાતે પી.એમ.પટેલ કોલેજમાં ઓક્યુપેશનલ થેરાપીસ્ટનો તબીબી અભ્યાસ કરે છે 2018 માં નેહા ચુડાસમાનુ પરફોર્મન્સ જોયા બાદ ઈન્ડીયાઝ મીસ TGPC સિઝન-7માં પાર્ટીસીપેટ કરવાનું નક્કી કર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code