હિંમતનગર: જન્મદિવસે જ પ્રેમિકાને મળવા ગયેલા યુવકની લાશ મળતા ચકચાર

અટલ સમાચાર,હિંમતનગર હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો 25 વર્ષિય યુવક ગુરૂવારે સાંજે આવુ છુ કહીને ઘેરથી નીકળ્યા બાદ શુક્રવારે સવારે વાવડી ગામની સીમમાંથી તેની ઝાડ પર લટકેલી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. યુવકની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે પરિવારજનો અને ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા અને લાશ સ્વીકારવા ઇન્કાર કર્યા બાદ સાંજે યુવકની
 
હિંમતનગર: જન્મદિવસે જ પ્રેમિકાને મળવા ગયેલા યુવકની લાશ મળતા ચકચાર

અટલ સમાચાર,હિંમતનગર

હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો 25 વર્ષિય યુવક ગુરૂવારે સાંજે આવુ છુ કહીને ઘેરથી નીકળ્યા બાદ શુક્રવારે સવારે વાવડી ગામની સીમમાંથી તેની ઝાડ પર લટકેલી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. યુવકની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે પરિવારજનો અને ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા અને લાશ સ્વીકારવા ઇન્કાર કર્યા બાદ સાંજે યુવકની લાશનો સ્વિકાર કરાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાંપલાનારનો કૌશિકકુમાર અમરતભાઇ વણકર તેના માતા-પિતા સાથે ગત તા. 25 જુલાઇના રોજ પાલનપુર ગયો હતો અને સાંજે સાતેક વાગ્યે પરિવાર ઘેર પરત આવ્યા બાદ થોડીવારમાં કૌશિકકુમારના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને મિત્રને મળવા જઉં છુ કહી ગાંભોઇ તરફ ગયો હતો. ત્યારબાદ સવા આઠેક વાગ્યે મોડુ થશે તેવો ફોન કર્યો હતો.

ગુરૂવારે રાત્રે 10:21 વાગ્યાના સુમારે પાટણમાં બીઆરએસમાં અભ્યાસ કરતા કૌશિકના નાના ભાઇ રાહુલ ઉપર રૂપાલ ગામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યુ કે તારા ભાઇને કરણપુર ગાંભોઇ વચ્ચે કોઇની સાથે મગજમારી ચાલે છે. જેથી રાહુલે તેના પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ કૌશિકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોઇ રાત્રિ દરમિયાન આખા વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.

26 જુલાઇના રોજ સવારે સાત વાગ્યે વાવડીની સીમમાં ગોવિંદભાઇ પ્રભાભાઇ પટેલના ખેતરમાં આંબાના ઝાડ પર લટકેલી લાશ જોતા બે છોકરાઓએ સરપંચને જાણ કરતાં સરપંચ હિંમતસિંહ મકવાણાએ મૃતકના ફોટા આજુબાજુના ગામમાં મોકલી ગાંભોઇ પોલીસને જાણ કરી હતી. ફોટાને આધારે મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાંભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધર્યા બાદ પરિવારજનો અને પરિચિતોએ યુવકની હત્યા કરાયાની આશંકા સાથે ગાંભોઇ પીએસસીમાં લાશ ઉઠાવવા ઇન્કાર કર્યો હતો અને પોલીસની હૈયાધારણ બાદ લાશને લઇ ગયા હતા.

અમરતસિંહે જણાવ્યુ કે મૃતકને તેના મોસાળ રામપુર (રૂ)માં પ્રેમસબંધ બંધાયેલ હતો અને 25 જુલાઇના રોજ કૌશિકનો જન્મ દિવસ હોઇ મળવા ગયાની આશંકા છે તેના ખિસ્સામાંથી ફોટા પણ નીકળ્યા છે તદ્દપરાંત મૃતકના ભાઇને ફોન કરનાર રૂપાલના યુવકે પોલીસ સમક્ષ જણાવ્યુ કે તેનો સબંધ રામપુરમાં થયેલ છે અને યુવતીએ તેને જાણ કરી હતી. મૃતકનું બાઇક વાવડી અને માનપુર વચ્ચેના નાળીયામાંથી બીનવારસી મળી આવ્યુ હતું. આ બધી જ આશંકાઓને પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતુ કે મૃતકના શરીર પર ઇજા નથી.