ફટકોઃ 20 દિવસમાં ડીઝલમાં 10.56 રૂપિયા અને પેટ્રોલમાં 8.87નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCએ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. IOCની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ હવે 80.13 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ 80.19 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો ઝીંકાયો છે. અટલ
 
ફટકોઃ 20 દિવસમાં ડીઝલમાં 10.56 રૂપિયા અને પેટ્રોલમાં 8.87નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCએ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. IOCની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ હવે 80.13 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ 80.19 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો ઝીંકાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 20 દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના કારણે ભારતની જનતા પર મોંઘવારીનો બમણો વાર લાગ્યો છે. નોંધનીય છે કે, 20 દિવસમાં પેટ્રોલ 8.87 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ડીઝલનો ભાવ પણ પેટ્રોલ જેટલો જ થઈ ગયો છે. 20 દિવસમાં ડીઝલના ભાવમાં 10.56 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે.

ટ્રોલ-ડીઝલના ભાવ રોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય વે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ તમે SMS કરીને પણ જાણી શકો છો. હકીકતમાં આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરવાની ત્રણ પદ્ધતિ છે. તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પંપ લોકેટરની મદદથી ભાવ જાણી શકો છો. Fuel@IOC એપ ડાઉનલોડ કરો. 92249 92249 પર એક SMS મોકલીને ભાવ જાણી શકો.