હિટ એન્ડ રન@વિસનગરઃ ટ્રાફીક પોઈન્ટ પરની પોલીસ જીપને ટક્કર, 4 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના વિસનગર હદ વિસ્તારમાં ટ્રાફીક પોઈન્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ જીપને ટક્કર મારવાનો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં પીએસઆઈ સહિત 4ને ઈજાઓ પહોંચવા પામી છે. બેફામ આવી રહેલ કારની ટક્કરે પોલીસ જીપ સહિત બેરીકેટને નુકશાન થવા પામ્યું છે. Video: ગુરૂવારની રાત્રે વિસનગર મહેસાણા ચાર રસ્તા પાસે ટ્રાફીક
 
હિટ એન્ડ રન@વિસનગરઃ ટ્રાફીક પોઈન્ટ પરની પોલીસ જીપને ટક્કર, 4 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર હદ વિસ્તારમાં ટ્રાફીક પોઈન્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ જીપને ટક્કર મારવાનો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં પીએસઆઈ સહિત 4ને ઈજાઓ પહોંચવા પામી છે. બેફામ આવી રહેલ કારની ટક્કરે પોલીસ જીપ સહિત બેરીકેટને નુકશાન થવા પામ્યું છે.

Video:

ગુરૂવારની રાત્રે વિસનગર મહેસાણા ચાર રસ્તા પાસે ટ્રાફીક પોઈન્ટ સંભાળી રહેલ પોલીસકર્મીઓને અંદાજ પણ નહી હોય તે રીતે અકસ્માતની ઘટના બની હતી. આડેધડ કાર હંકારી આવી રહેલ આરોપી દ્વારા પોલીસવાનને જોરદાર ટક્કર મારી હતી. જેમાં કાર ઉંધી વળી જતી વિડીયોમાં દેખાઈ આવે છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

કાર ચાલક, પીએસઆઈ સહિત 4ને નાની-મોટી ઈજાઓ થઈ છે. હિટ એન્ડ રનની ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસવાન, કાર અને બેરીકેટને નુકશાન થયું હતું. સાંજે 7.50 વાગે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.