હોબાળો@લાખણી: રાયડાની ખરીદીમાં ઘર્ષણ, ખેડૂતોમાં ભારે નારાજગી બની

અટલ સમાચાર, લાખણી લાખણીમાં રાયડાની ખરીદી દરમ્યાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે અવ્યવસ્થાને લઇ ઘર્ષણ ઉભુ થયુ હતુ. ટોકન આપવાની માંગ સાથે અનેક બાબતોમાં ખેડૂતોની ભારે નારાજગી વચ્ચે હોબાળો મચી ગયો હતો. ભારે દોડધામ ઉભી થતાં ગોડાઉનના અધિકારીઓએ સુરક્ષાની સ્થિતિ સમજી પોલીસ જરૂરીયાતની સંભાવના વ્યક્ત કરી હતી. ટેકાના ભાવે રાયડાના વેચાણમાં ખેડૂતોને ભારે મુશ્કેલી ઉભી થતાં
 
હોબાળો@લાખણી: રાયડાની ખરીદીમાં ઘર્ષણ, ખેડૂતોમાં ભારે નારાજગી બની

અટલ સમાચાર, લાખણી

લાખણીમાં રાયડાની ખરીદી દરમ્યાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે અવ્યવસ્થાને લઇ ઘર્ષણ ઉભુ થયુ હતુ. ટોકન આપવાની માંગ સાથે અનેક બાબતોમાં ખેડૂતોની ભારે નારાજગી વચ્ચે હોબાળો મચી ગયો હતો. ભારે દોડધામ ઉભી થતાં ગોડાઉનના અધિકારીઓએ સુરક્ષાની સ્થિતિ સમજી પોલીસ જરૂરીયાતની સંભાવના વ્યક્ત કરી હતી. ટેકાના ભાવે રાયડાના વેચાણમાં ખેડૂતોને ભારે મુશ્કેલી ઉભી થતાં ઘડીભર મામલો ગરમાયો હતો.

હોબાળો@લાખણી: રાયડાની ખરીદીમાં ઘર્ષણ, ખેડૂતોમાં ભારે નારાજગી બની

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હોબાળો@લાખણી: રાયડાની ખરીદીમાં ઘર્ષણ, ખેડૂતોમાં ભારે નારાજગી બની

બનાસકાંઠા જીલ્લાના લાખણીમાં આજે બપોર દરમ્યાન રાયડાની ખરીદીમાં મુશ્કેલી ઉભી થઇ હોવાનું સામે આવ્યુ છે. ખેડૂતો ગોડાઉને પહોંચતા અવ્યવસ્થાને પગલે ટોકન આપવાની માંગ ઉભી થઇ હતી. ખરીદ-વેચાણમાં બંને તરફી નારાજગી વચ્ચે ઘડીભર સામાન્ય ઘર્ષણની સ્થિતિ બની હતી. ખેડૂતોએ સુચારૂ ખરીદ વ્યવસ્થાને લઇ અધિકારીઓ સમક્ષ નારાજગી રજૂ કરતા હોબાળો મચી ગયો હતો. આથી ગોડાઉન મેનેજર સહિતનાએ ઓનલાઇન નોંધણી માટે વહીવટી પ્રક્રીયા કરતા મામલો ગરમાયો હતો. ખેડૂતોએ સમગ્ર મામલે ભારે નારાજગી બતાવી હતી.