હોબાળો@ડીસા: મુસાફરીની સમસ્યા સામે વિદ્યાર્થીઓનો એસ.ટી સામે રોષ ભભૂક્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકાના થેરવાડા ગામે બસ સ્ટોપ હોવા છતાં એસ.ટી. બસ ઉભી રહેતી ન હોવાની ફરીયાદો વારંવાર સામે આવે છે. સોમવારે સવારે શાળાના સમયે એસ.ટી. બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ લાલઘુમ બન્યા હતા. વિદ્યાર્થીઓએ થેરવાડા ગામે જ બસ રોકીને ઘડીભર ચક્કાજામ કર્યો હતો. જેને લઇ એસ.ટી. તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
 
હોબાળો@ડીસા: મુસાફરીની સમસ્યા સામે વિદ્યાર્થીઓનો એસ.ટી સામે રોષ ભભૂક્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના થેરવાડા ગામે બસ સ્ટોપ હોવા છતાં એસ.ટી. બસ ઉભી રહેતી ન હોવાની ફરીયાદો વારંવાર સામે આવે છે. સોમવારે સવારે શાળાના સમયે એસ.ટી. બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ લાલઘુમ બન્યા હતા. વિદ્યાર્થીઓએ થેરવાડા ગામે જ બસ રોકીને ઘડીભર ચક્કાજામ કર્યો હતો. જેને લઇ એસ.ટી. તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જીલ્લામાં એસ.ટી. વિભાગનું “વધુ બસ, સારી બસ” સુત્ર અને વધુ સગવડના દાવા પોકળ સાબિત થયાનું સામે આવ્યુ છે. ડીસા તાલુકાના થેરવાડા ગામે છેલ્લા કેટલાય સમયથી બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રહેવાનો ફરીયાદો ઉઠી રહી છે. આ બાબતે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ તંત્રને વારંવાર જાણ કરેલી છે. તેમ છતાં તંત્ર આ બાબતે કોઇ ધ્યાન ન આપતા વિધાર્થીઓએ ચક્કાજામનું શસ્ત્ર ઉગામ્યુ છે.

હોબાળો@ડીસા: મુસાફરીની સમસ્યા સામે વિદ્યાર્થીઓનો એસ.ટી સામે રોષ ભભૂક્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસાના થેરવાડા ગામે સોમવારે સવારે વિદ્યાર્થીઓ શાળાએ જવા ઉભા હતા. આ દરમ્યાન એસ.ટી. બસ ન નહિ ઉભી રાખતા વિદ્યાર્થીઓ લાલઘુમ બન્યા હતા. જેને લઇ વિદ્યાર્થીઓએ બસો રોકી ઘડીભર ચક્કાજામ કર્યો હતો. જોકે બાદમાં એસ.ટી. વિભાગના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.