હોબાળો@વડોદરા: કંડક્ટર સાથે તકરાર થતાં વિદ્યાર્થીઓ કલાકો સુધી રોકી રાખી બસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે વડોદરા એસટી બસ સ્ટેન્ડમાં આણંદથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતાં મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસને રોકી રાખી હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે, વડોદરાથી આણંદ જતી બસોની ફ્રિકવન્સી વધારવી
 
હોબાળો@વડોદરા: કંડક્ટર સાથે તકરાર થતાં વિદ્યાર્થીઓ કલાકો સુધી રોકી રાખી બસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે વડોદરા એસટી બસ સ્ટેન્ડમાં આણંદથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતાં મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસને રોકી રાખી હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે, વડોદરાથી આણંદ જતી બસોની ફ્રિકવન્સી વધારવી જોઈએ.. જેથી તેમને અપડાઉનમાં સરળતા રહે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા ST બસ ડેપો પર આજે સવારે હોબાળો મચી ગયો હતો. બસમાં બેસવા બાબતે આણંદથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓની કંડક્ટર સાથે તકરાર થતા મામલો બિચક્યો હતો. આ અંગે અગાઉ એસટી વિભાગના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં એસટી તંત્રએ ન સાંભળતા તેઓ રોષે ભરાયા હતા અને એસટી બસ સ્ટેન્ડમાં હોબાળો મચાવી દીધો હતો. ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.