હોબાળો@હિંમતનગરઃ જીનમાં કપાસની ખરીદી નીચા ભાવે થતાં ખેડૂતોમાં આક્રોશ

અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર સહકારી જીનમાં કપાસની ખરીદી ટેકાના ભાવથી પણ નીચા ભાવે થઇ છે. આ સાથે કેટલાક ખેડૂતોનો માલ નહિ ખરીદવામાં આવતા હોબાળો મચી ગયો હતો. ખેડૂતોનો આક્રોશ વધી જતાં આખરે હરાજી ઘડીભર બંધ કરી હતી. જોકે ભારે ગરમાગરમીને અંતે હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. ટેકાનો ભાવ રૂ. 1100 છતાં વેપારીઓ તેમજ અધિકારીઓની
 
હોબાળો@હિંમતનગરઃ જીનમાં કપાસની ખરીદી નીચા ભાવે થતાં ખેડૂતોમાં આક્રોશ

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર સહકારી જીનમાં કપાસની ખરીદી ટેકાના ભાવથી પણ નીચા ભાવે થઇ છે. આ સાથે કેટલાક ખેડૂતોનો માલ નહિ ખરીદવામાં આવતા હોબાળો મચી ગયો હતો. ખેડૂતોનો આક્રોશ વધી જતાં આખરે હરાજી ઘડીભર બંધ કરી હતી. જોકે ભારે ગરમાગરમીને અંતે હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી. ટેકાનો ભાવ રૂ. 1100 છતાં વેપારીઓ તેમજ અધિકારીઓની મિલીભગતથી નીચા ભાવે ખરીદી થતાં ખેડૂતો નારાજ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની સહકારી જીનમાં કપાસના આજે કપાસ ખરીદવાની શરૂઆત દરમિયાન ખેડૂતોમાં નારાજગી ઉભી થઇ હતી. ખેડૂતોને નુકશાન ન જાય તે માટે રાજ્ય સરકારે કપાસમાં ટેકાનો ભાવ 1100 નક્કી કરેલો છે. જોકે આજની ખરીદી ટેકાના ભાવથી પણ ઓછા ભાવે થતાં હંગામો સર્જાઇ ગયો હતો. જેનાથી ભારે અફરાતફરી વચ્ચે હરાજી બંધ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક ખેડૂતોએ અધિકારીને રૂબરૂ રજૂઆત કરવા છતાં વાતને અવગણી હતી.

સુત્રોએ જણાવ્યું હતુ કે, સહકારી જીન પહોંચેલા ખેડૂતોએ એકસંપ થતાં ટેકાના ભાવે રૂ. 1100એ કપાસની ખરીદી શરૂ થઇ હતી. જોકે ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, ભ્રષ્ટ અધિકારીઓ બહારના રાજ્યનું કપાસ ટેકાના ભાવે ખરીદવામાં આવે જ્યારે સ્થાનિક ખેડૂતોને ભાવ ન આપવા પડે તે માટે ખરીદીનો ભાવ રૂ. 800 રાખવામાં આવે છે.