હોબાળો@અરવલ્લી: જી.પંચાયતની સભામાં ઘમાસાણ, મ.રજીસ્ટ્રારને ભ્રષ્ટાચારી કહ્યા

અટલ સમાચાર, ભિલોડા અરવલ્લી જીલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઇ હતી. પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી સભામાં ભારે હોબાળો થયો હતો. જીલ્લા વિકાસ ડેમાઈ જીલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ વિભાગના મદદનીશ રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ સેવા સહકારી મંડળીને મંજૂરી આપવામાં પક્ષપાત કરતા હોવાની સાથે મંડળીને મંજુરી આપવામાં ભારે ભ્રષ્ટાચાર અધિકારી દ્વારા આચરવામાં
 
હોબાળો@અરવલ્લી: જી.પંચાયતની સભામાં ઘમાસાણ, મ.રજીસ્ટ્રારને ભ્રષ્ટાચારી કહ્યા

અટલ સમાચાર, ભિલોડા

અરવલ્લી જીલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઇ હતી. પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી સભામાં ભારે હોબાળો થયો હતો. જીલ્લા વિકાસ ડેમાઈ જીલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલે ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ વિભાગના મદદનીશ રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ સેવા સહકારી મંડળીને મંજૂરી આપવામાં પક્ષપાત કરતા હોવાની સાથે મંડળીને મંજુરી આપવામાં ભારે ભ્રષ્ટાચાર અધિકારી દ્વારા આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો

અરવલ્લી જીલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. અધિકારી અને જીલ્લા પંચાયત સદસ્ય વચ્ચે તું..તું…મૈં…મૈં પણ થતા ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યોએ કીર્તિ પટેલને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જીલ્લા વિકાસ અધિકારીના નાક નીચે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો પણ સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જીલ્લા પંચાયત સામાન્ય સભામાં સેવા સહકારી મંડળીના રજીસ્ટ્રાર ચંદ્રકાન્ત પટેલ પર સેવા સહકારી મંડળીઓને મંજૂરી આપવા રૂપિયા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જીલ્લા મદદનીશ રજિસ્ટ્રારે સાબરકાંઠા જીલ્લાના રાજકીય આગેવાનના ઈશારે કેટલીક મંડળીઓને મંજૂરી વગર પ્રમાણપત્ર આપી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કેટલીક સેવા સહકારી મંડળીઓને મંજુરી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અરવલ્લી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોંગ્રેસી જીલ્લા પંચાયતના સદસ્યોને ગાંઠતા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ બિન્દાસ્ત પ્રજાજનો પાસે વિવિધ સરકારી કામ માટે રૂપિયા ખંખેરવા પાવરધા બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.