પ્રામાણિકતા@મહેસાણાઃ બસમાં ભુલી ગયેલ સોનાના દાગીના કંડક્ટરે પરત કર્યા

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર) તારીખ 25-11-19 ને સોમવારના રોજ વડનગર-મણીનગર રૂટમાં ડ્રાઈવર વિનોદજી ઠાકોર અને કંડક્ટર મથુરજી ઠાકોરને પોતાની ફરજ દરમ્યાન પોતાની બસમાં એક બિનવારસી બેગની મળી આવેલ હતી. જેમાં બે સોનાની વીંટી અને ચાંદીનું નજરીયુ મળી કુલ આશરે 25 હજારનો મુદ્દામાલ તેમજ અગત્યના કાગળો મળી આવેલ જેમાં મોબાઇલ નંબર મેળવી મુળ માલિકનો સંપર્ક
 
પ્રામાણિકતા@મહેસાણાઃ બસમાં ભુલી ગયેલ સોનાના દાગીના કંડક્ટરે પરત કર્યા

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)

તારીખ 25-11-19 ને સોમવારના રોજ વડનગર-મણીનગર રૂટમાં ડ્રાઈવર વિનોદજી ઠાકોર અને કંડક્ટર મથુરજી ઠાકોરને પોતાની ફરજ દરમ્યાન પોતાની બસમાં એક બિનવારસી બેગની મળી આવેલ હતી. જેમાં બે સોનાની વીંટી અને ચાંદીનું નજરીયુ મળી કુલ આશરે 25 હજારનો મુદ્દામાલ તેમજ અગત્યના કાગળો મળી આવેલ જેમાં મોબાઇલ નંબર મેળવી મુળ માલિકનો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવી તેમને પોતાની બેગ ચકાસી પરત આપી હતી.

પ્રામાણિકતા@મહેસાણાઃ બસમાં ભુલી ગયેલ સોનાના દાગીના કંડક્ટરે પરત કર્યા

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પોતાની બેગ પરત મેળવી મુળ માલિક અમિતકુમાર રસીકભાઈ રાવલે ડ્રાઈવર-કંડક્ટર મિત્રને અભિનંદન આપ્યા હતા. તેમજ એસ.ટી.કામદારોને પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ જોઈ ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા. હજુ પણ એસ.ટી.કામદારો પ્રામાણિક અને વફાદાર છે જેનું આ એક ઊમદા ઉદાહરણ જોવા મળેલ છે. આ બે કામદારોએ પ્રામાણિકતા બતાવી વડનગર ડેપોનું તેમજ એસ.ટી.કામદારોનું ફરજ પ્રત્યે નિષ્ઠાનું સોનેરી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.