ઇમાનદારીઃ રિક્ષા ચાલકે 20 લાખ રૂપિયાના ઘરેણા ભરેલો થેલો મુસાફરને પરત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલા Chromepetના નિવાસી બિઝનેસમેન બુધવારે સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે Chromepet ખાતે લગ્ન સમારંભમાં હાજર આપ્યા બાદ બિઝનેસમેન પૌલ બ્રાઇટ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેની પાસે એક થેલામાં સોનાના ઘરેણા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મુસાફરી
 
ઇમાનદારીઃ રિક્ષા ચાલકે 20 લાખ રૂપિયાના ઘરેણા ભરેલો થેલો મુસાફરને પરત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલા Chromepetના નિવાસી બિઝનેસમેન બુધવારે સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે Chromepet ખાતે લગ્ન સમારંભમાં હાજર આપ્યા બાદ બિઝનેસમેન પૌલ બ્રાઇટ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેની પાસે એક થેલામાં સોનાના ઘરેણા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુસાફરી દરમિયાન તેઓ સતત ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તેઓ પોતાના ઘરે ઉતરી ગયા હતા. જે બાદમાં સરવના કુમાર ભાડું લઈને ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય પછી રિક્ષા ચાલકે જોયું તો પાછળની સીટ પર એક થેલો પડ્યો હતો. રિક્ષા ચાલક વિચારમાં પડી ગયો કે આ થેલો પરત કેવી રીતે આપવો. કારણ કે તેની પાસે પૌલનો નંબર ન હતો. આ દરમિયાન સોનાના ઘરેણા ભરેલી બેગ ન મળતી હોવાથી પૌલ અને તેમના પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા. કારણ કે તેમણે તેમની દીકરીને સાસરે વળાવવાની હતી. આથી તેમણે તાત્કાલિક આ મામલે Chromepet પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જોકે, તેમને રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હતો.

પોલીસે ફરિયાદ દાખલ કરીને બિઝનેસમેન જે જે રસ્તેથી રિક્ષામાં નીકળ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું પોલીસે શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે આ વાહન સરવના કુમારની બહેનના નામે નોંધાયેલું છે. જોકે, પોલીસ ટીમ સાથે સરવના કુમાર પાસે પહોંચે તે પહેલા જ રિક્ષા ચાલક સોના ભરેલી બેગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ડ્રાઇવરે સોનાની બેગ પૌલને પરત આવી હતી. રિક્ષા ચાલકની ઇમાનદારી અને પોતાના ઘરેણા પરત મેળવીને પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા.