સન્માન@બનાસકાંઠા: સૌથીવધુ બાળકો ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યા, 1લો નંબર

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી સરકારી શાળા પ્રત્યે બાળકોને ખેંચવા મથી રહી છે. જેની ગતિવિધિમાં દરેક જિલ્લામાં સુધારો આવ્યો તો હરિફાઇના ભાગરૂપે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ નંબરે આવતાં સન્માન કરવામાં આવ્યું હતું. ખાનગી શાળાઓમાંથી સરકારી પ્રાથમિક શાળામાં આવાગમન થઈ રહ્યું છે. જેનો દરેક જિલ્લામાં આંકડો
 
સન્માન@બનાસકાંઠા: સૌથીવધુ બાળકો ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યા, 1લો નંબર

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી સરકારી શાળા પ્રત્યે બાળકોને ખેંચવા મથી રહી છે. જેની ગતિવિધિમાં દરેક જિલ્લામાં સુધારો આવ્યો તો હરિફાઇના ભાગરૂપે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ નંબરે આવતાં સન્માન કરવામાં આવ્યું હતું.

ખાનગી શાળાઓમાંથી સરકારી પ્રાથમિક શાળામાં આવાગમન થઈ રહ્યું છે. જેનો દરેક જિલ્લામાં આંકડો મેળવતાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો બનાસકાંઠા જિલ્લો આગળ નિકળી ગયો છે. અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓનુ સન્માન યોજવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાળકો ખાનગી માંથી સરકારી શાળામાં આવ્યા હોઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, બનાસકાંઠાના 14 તાલુકાની ખાનગી શાળાઓમાંથી કુલ 2969 બાળકો સરકારી શાળામાં આવ્યા છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હોવાથી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.