માનવતાની મહેંકઃ સિધ્ધપુર બસ ડેપોના કંડકટરની માનવસેવા, એસ.ટી.નું ગૌરવ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહવાર નિગમ પાલનપુર વિભાગના સિધ્ધપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા વડગામ તાલુકાના પાંચડા ગામના મુકુલભાઈ કટારિયા પોતાની નોકરી પ્રામાણિકતાપણે કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ પોતાને મનુષ્ય અવતાર મળ્યો છે તો જીવનમાં લોકો માટે કઇ અલગ જ કરવાની ભાવનાથી તેઓ બસ મુસાફરી કરતા લોકો માટે
 
માનવતાની મહેંકઃ સિધ્ધપુર બસ ડેપોના કંડકટરની માનવસેવા, એસ.ટી.નું ગૌરવ

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહવાર નિગમ પાલનપુર વિભાગના સિધ્ધપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા વડગામ તાલુકાના પાંચડા ગામના મુકુલભાઈ કટારિયા પોતાની નોકરી પ્રામાણિકતાપણે કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ પોતાને મનુષ્ય અવતાર મળ્યો છે તો જીવનમાં લોકો માટે કઇ અલગ જ કરવાની ભાવનાથી તેઓ બસ મુસાફરી કરતા લોકો માટે ઠંડા પાણીની મશક ભરીને રાખે છે.

માનવતાની મહેંકઃ સિધ્ધપુર બસ ડેપોના કંડકટરની માનવસેવા, એસ.ટી.નું ગૌરવઉનાળાની ચામડી દઝાવતી ગરમીમાં મુસાફરોની તરસ છીપાવી રહ્યા છે. સાથે સાથે એક પ્રામાણિકપણે માનવતાના દર્શન કરાવી રહ્યા છે. તેઓ પોતાની ફરજ દરમિયાન મુસાફરોને પીવાના પાણી માટે કોઇ જ તકલીફ ના પડે તે માટે ઠંડા પાણીની મશક ભરી રાખીને દરેકને પાણી પીવડાવી માનવતા મહેકાવાની સાથે સાથે પુણ્ય પણ કમાઈ રહ્યા છે.

નાના બાળકો ગરમીથી પરેશાન ના થાય એ માટે પાણીની બોટલ પણ રાખે છે. મુકુલભાઈ કટારિયાના આ સરાહનીય કાર્યથી મુસાફરો પણ નેક અને ઇમાનદાર કંન્ડકટરને માન સન્માન આપે છે. સાચા અર્થમાં એસ.ટી. નિગમનુ સૂત્ર “બસ અમારી સલામતી તમારી”ને સાર્થક કરી રહ્યા છે. તેમના આ લોકઉપયોગી કાર્યથી નિગમને પણ માનસન્માનથી મુસાફરો નિહાળે છે. આવા નિઃસ્વાર્થ માનવ કાર્યથી નિગમની આવક અને પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. મુસાફરી કરી રહેલા લોકોને પણ આવા સેવાભાવી કર્મચારીઓના વર્તન અને સ્વભાવથી પ્રેરણા મળે છે.