રાશિફળઃ 5 જુલાઇ થનારા ગ્રહણથી આ રાશિઓ પર પડશે પ્રભાવ

અટલ સમાચાર, ડેસ્ક વર્ષ 2020ના જુલાઇ મહિનાની શરૂઆતમાં વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ 5 જુલાઇ, રવિવારે થશે. આ ગ્રહણ ખાસ રહેશે કારણે તે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પડવાનું છે. અને આજ કારણ છે કે વૈજ્ઞાનિકોની સાથે જ્યોતિષ વિશેષજ્ઞો માટે પણ મહત્વની ઘટના સાબિત થશે. આ ગ્રહણથી તમારી રાશિ પર શું અસર થશે
 
રાશિફળઃ 5 જુલાઇ થનારા ગ્રહણથી આ રાશિઓ પર પડશે પ્રભાવ

અટલ સમાચાર, ડેસ્ક

વર્ષ 2020ના જુલાઇ મહિનાની શરૂઆતમાં વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ 5 જુલાઇ, રવિવારે થશે. આ ગ્રહણ ખાસ રહેશે કારણે તે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પડવાનું છે. અને આજ કારણ છે કે વૈજ્ઞાનિકોની સાથે જ્યોતિષ વિશેષજ્ઞો માટે પણ મહત્વની ઘટના સાબિત થશે. આ ગ્રહણથી તમારી રાશિ પર શું અસર થશે તે અંગે જાણો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તુલા રાશિ માટે આ ત્રીજુ ચંદ્રગ્રહણ તૃતીય ભાવમાં પસાર થશે. જે તમને સહાસ, પરાક્રમ, ભાઇ-બહેનનો ભાવ વધશે. તેવામાં તમારામાં સહાસ અને પરાક્રમમાં વુદ્ધિ થશે. જેનાથી તમને કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત થશે. જો કે વેપારી જાતકોએ કોઇ પણ પ્રકારના જોખમ લેતા બચવું જોઇએ. અન્યથા તમે મોટી મુશ્કેલીમાં ફસાઇ શકો છો.

વૃશ્ચિક રાશિ માટે આ ચંદ્રગ્રહણ તેમના દ્વિતીય ભાવમાં પડશે. જે પરિવાર અને આર્થિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં તમારા ખર્ચામાં આ દરમિયાન વુદ્ધિ થવાના યોગ છે. જે આર્થિક તંગી વધી શકે છે. માટે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખો. અને પોતાના ઘનનું સંચય કરવાનો પ્રયાસ કરો.

ઘનુ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ વિશેષરીતે મહત્વપૂર્ણ રહશે. કારણ કે તે તમારી જ રાશિમાં થઇ રહ્યો છે. જેના કારણે તમારે સ્વાસ્થય પર ખાસ ધ્યાન રાખવાનું છે. અને નાનામાં નાની પરેશાનીને નજર અંદાજ નથી કરવાનું. અન્યથા આ બિમારી મોટા રોગ સુધી તમને દોરી જશે. સાથે જ ખાવા પીવાનું પણ ધ્યાન રાખો. અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લો.

મેષ રાશિ માટે આ ચંદ્રગ્રહણ મેષ રાશિના નવમાં ભાગમાં થશે. જે તમને ભાગ્ય અને ઉચ્ચ શિક્ષા આપશે. આ દરમિયાન તમે રોજબરોજના કામથી બહાર નીકળીને કંઇ નવું કરશો અને જ્ઞાન પ્રાપ્તિ કરશો. જો કે આ ચંદ્રગ્રહણથી તમારું મન થોડું વિચલિત થશે. પણ પોતાને કાર્ય પ્રત્યે સમર્પિત રાખો.

વૃષભ રાશિને આ ચંદ્રગ્રહણ અષ્ટમ ભાવે પડશે. તેથી તમે કોઇ નવા કાર્ય વિષે વિચારી શકો ચો. આ સમય તમારા માટે થોડો અનુકૂળ સાબિત થશે. આ સાથે જ ગ્રહણ દરમિયાન સંક્રમણ ખાસ બચવાની સલાહ આપવામાં આવી છે.

મિથુન રાશિ માટે ચંદ્રરગ્રહણ સપ્તમ ભાવે થશે. જેના કારણે તમારા જીવનમાં જીવનસાથી સાથે નવું પણું આવશે. કાર્યક્ષેત્રમાં પણ ગ્રહણ દરમિયાન સારા ફળની પ્રાપ્તિ થશે. જો કે આ સમયે કોઇ પણ ત્વરિત નિર્ણય લેવાથી બચો.