ખળભળાટ@બાયડ: દાણથી 6 પશુઓના મોતની આશંકા, પીએમ માટે તજવીજ

અટલ સમાચાર, બાયડ બાયડ તાલુકાના છભૌ ગામે સાબરદાણ ખાધા પછી દુધાળા પશુઓ મોતને ભેટ્યા હતા. જોકે ખેડુતોના મનમાં આશંકા છે કે, દાણની ઝેરી અસરથી પશુઓના મોત થયા છે. પશુ ચિકિત્સકોની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પશુઓના મોતનું સાચું કારણ શોધવા પીએમ કરાવવા તજવીજ હાથધરી સર્વેની કામગીરી હાથધરી હતી. જોકે પશુઓના મોતને લઇ ખેડુતોના મનમાં આશંકાઓનું મોજુ
 
ખળભળાટ@બાયડ: દાણથી 6 પશુઓના મોતની આશંકા, પીએમ માટે તજવીજ

અટલ સમાચાર, બાયડ

બાયડ તાલુકાના છભૌ ગામે સાબરદાણ ખાધા પછી દુધાળા પશુઓ મોતને ભેટ્યા હતા. જોકે ખેડુતોના મનમાં આશંકા છે કે, દાણની ઝેરી અસરથી પશુઓના મોત થયા છે. પશુ ચિકિત્સકોની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પશુઓના મોતનું સાચું કારણ શોધવા પીએમ કરાવવા તજવીજ હાથધરી સર્વેની કામગીરી હાથધરી હતી. જોકે પશુઓના મોતને લઇ ખેડુતોના મનમાં આશંકાઓનું મોજુ ફરી વળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના છભૌ ગામમાં સાબરદાણ ખાધા પછી 6 દુધાળા પશુઓના મોત નિપજ્યા છે. જીલ્લામાં પશુઓ માટે મોટા ભાગનું દાણ સાબરડેરી દ્વારા વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ દાણ જવાબદારો દ્વારા યોગ્ય ચકાસણી કર્યા વગર જ દૂધ દૂધમંડળીઓમાં પહોંચતું કરવામાં આવતી હોવાની બૂમો અનેકવાર ઉઠી છે. જીલ્લામાં પશુપાલકો સાબરદાણ ખાવાથી પશુઓ બીમારીમાં પટકાયા હોવાની અને સાબરદાણ કાચું અને ભૂકો નીકળવાની બૂમો સમયાંતરે ઉઠી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છભૌ ગામે પશુપાલકોએ તેમના દુધાળા પશુઓને આહારમાં સાબર દાણ ખવડાવ્યા પછી 6 પશુઓને ઝેરી ખોરાકી અસર થતા પશુઓ તડફડી ખાઈ મોતને ભેટતા પશુપાલકોમાં સન્નાટો વ્યાપો હતો. તાત્કાલિક સાબરડેરીના સત્તાવાળાઓને જાણ કરવામાં આવતા પશુ ચિકિત્સકોની ટિમ છભૌ ગામે દોડી આવ્યા હતા અને અન્ય સાબર દાણ ખાનાર પશુઓને સારવાર આપી હતી.