ભયાનકતા@ઉ.ગુજરાત: ભૂખ્યા પેટે પગપાળા વતનની વાટે, ચારો તરફ સન્નાટો

અટલ સમાચાર, ગિરીશ જોશી કોરોના વાયરસને લઈ 21 દિવસ સુધી લોકડાઉન છે ત્યારે ચોરો તરફ સન્નાટો છવાઈ ગયો છે. આ દરમ્યાન મજૂરી અર્થે શહેર આવેલાની હાલત હાઈવે પર ભયાનકતા દર્શાવી રહી છે. મહેસાણા સહિતના હાઇવે પરથી ભૂખ્યા પેટે પગપાળા જતાં લોકોનું દર્દ અત્યંત ચોંકાવનારૂ છે. વાહનો ન હોવાથી છેક છત્રાલથી ડીસા અને હારિજ ચાલીને જવા
 
ભયાનકતા@ઉ.ગુજરાત: ભૂખ્યા પેટે પગપાળા વતનની વાટે, ચારો તરફ સન્નાટો

અટલ સમાચાર, ગિરીશ જોશી

કોરોના વાયરસને લઈ 21 દિવસ સુધી લોકડાઉન છે ત્યારે ચોરો તરફ સન્નાટો છવાઈ ગયો છે. આ દરમ્યાન મજૂરી અર્થે શહેર આવેલાની હાલત હાઈવે પર ભયાનકતા દર્શાવી રહી છે. મહેસાણા સહિતના હાઇવે પરથી ભૂખ્યા પેટે પગપાળા જતાં લોકોનું દર્દ અત્યંત ચોંકાવનારૂ છે. વાહનો ન હોવાથી છેક છત્રાલથી ડીસા અને હારિજ ચાલીને જવા મજબૂર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્ર સરકારે મંગળવારથી આગામી 21 દિવસ સમગ્ર ભારત બંધ કરાવ્યું છે. માત્ર આવશ્યક સેવાઓ સિવાય તમામ ગતિવિધિ ઉપર બ્રેક છે. જેથી અનેક મજૂર પરિવારો કામધંધા વગર શહેરથી વતનની વાટે નિકળ્યા છે. કોરોના વાયરસના ભય વચ્ચે સર્વત્ર સન્નાટો હોવાથી ભૂખ્યા પેટે પગપાળા નિકળી પડ્યા છે. આ દરમ્યાન મહેસાણા હાઇવેથી પસાર થતાં બે મારવાડી ભાઇઓ અને એક દંપતિનું દર્દ સાંભળતા ભયાનક પરિસ્થિતિ સામે આવી છે.

છેક છત્રાલથી પગપાળા ડીસા જવા બે ભાઇ જોવા મળ્યા ત્યારે એક નવ દંપતિ પણ છત્રાલથી હારિજ સુધી ભૂખ્યા પેટે ચાલતાં જતાં જોવા મળ્યા હતા. સરકારી બસ અને ખાનગી વાહન વ્યવહાર બંધ છે. આ સાથે વ્યક્તિગત વાહન ચાલકો કોરોના વાયરસને લઈ બેસાડતાં નથી. આથી ગરીબ અને મજૂર વર્ગ ભૂખ્યા તરસ્યા અનેક કિલોમીટરનું અંતર કાંપવા મજબૂર બન્યા છે.